Bhavngar News ભાવનગર : ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા MBBS ના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. જીગર ચૌધરી નામના MBBS ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થતા કેમ્પસમાં ટેન્શનનો માહોલ છવાયો છે. મૂળ બનાસકાંઠાનો જીગર ચૌધરી ભાવનગર મેડિકલ કોલેજમાં MBBS નો અભ્યાસ કરતો હતો. મેડિકલ કોલેજની હોસ્ટેલના રૂમ નંબર 409 માં રહેતો વિદ્યાર્થી રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યો જ નહીં. જીગર ચૌધરી ને તેના સહાધ્યાયી મિત્રો સવારે ઉઠાડવા ગયા હતા પરંતુ તે જાગ્યો જ નહીં. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો. હાલ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે, પરંતુ સાચું કારણ તો પીએમ થયા બાદ બહાર આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલના સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કોરોનાકાળ બાદ યુવાનોમાં હૃદયરોગના હુમલાથી મોતના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે. ત્યારે ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ કેમ્પસમાં શોકનો અને ડરનો માહોલ ફેલાયો છે. 


સરકારી નોકરી માટેની પરીક્ષાની પેટર્ન બદલાશે, નવા ચેન્જિસ વિશે હસમુખ પટેલે આપી માહિતી


હાર્ટએટેક માટે લોકોની લાઈફ સ્ટાઇલ અને વધુ પડતું સ્ટ્રેસ મુખ્ય કારણ
હાલમાં હાર્ટએટેક કરતા હાર્ટ કેરેસના કેસ અમદાવાદમાં વધુ જોવા મળી રહ્યા છે. નવરાત્રીમાં હાર્ટએટેકના કેસમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ ડો.મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, હાર્ટએટેક માટે લોકોની લાઈફ સ્ટાઇલ અને વધુ પડતું સ્ટ્રેસ મુખ્ય કારણ છે. હાલમાં હાર્ટએટેક કરતા હાર્ટ કેરેસના કેસ વધુ જોવા મળી રહ્યા છે. હાર્ટ એટેક એટલે હાર્ટની ધમનીઓ કામ કરતી બંધ થઇ જવી, હાર્ટ કેરેસમાં એકાએક સંપૂર્ણ હાર્ટ કામ કરતુ બંધ થઇ જવું. પાછલા કેટલાક સમયમાં લોકો ગરબા રમતા કે ક્રિકેટ રમતા એકાએક હાર્ટ કેરેસનો શિકાર બન્યા છે. તેથી હૃદય સંબંધી સમસ્યાથી બચવાં સ્ટ્રેસ ટાળવો જોઈએ. કામની વચ્ચે બ્રેક લેવું જોઈએ.


ઉત્તર ગુજરાતની જીવાદોરી દાંતીવાડા ડેમનો એક દરવાજો ક્ષતિગ્રસ્ત, અડધો ડેમ ખાલી થઈ જશે