The Akshaya Patra Foundation નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ભોજન આપવામાં આવે છે, આ સંસ્થામાંથી મહાનગરપાલિકા સેફટી વિભાગ દ્વારા લેવામાં આવેલા તેલના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે, તેને લઈ મેન્યુફેક્ચરિંગ કંપની અને અક્ષયપાત્ર સંસ્થાને મહાનગરપાલિકા વિભાગ દ્વારા દંડ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાનગરપાલિકા ની શિક્ષણ સમિતિ નીચે આવતી ૫૭ શાળાઓના ૨૨૦૦૦ બાળકો ને અક્ષયપાત્ર નામની સંસ્થા દ્વારા ભોજન બનાવીને પીરસવામાં આવે છે. બાળકોને ગુણોત્તર યુગ અને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવતા હોય છે આમ છતાં પણ બાળકોને આખાદ્ય ખોરાક જાણે અજાણ્યે પીરસાઇ જતો હોય છે.જેના માટે મહાનગરપાલિકા દ્વારા સમય અંતરે આ અક્ષરપાત્ર સંસ્થામાંથી ખાદ્ય સામગ્રી ના નમુના લેવામાં આવતા હોય છે. જેમાં ફેબ્રુઆરી માસ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા ખાદ્યતેલના નુમાન લેવામાં આવ્યા હતા, ફૂડ સેફટી વિભાગ દ્વારા પામોલીન તેલના સીલ બંધ તેલના ડબા માથી લેવામાં આવેલા તેલના નમૂના લેબોરેટરીમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં મહાનગરપાલિકામાં દ્વારા તેમનું ઉત્પાદન કરતી ગુજરાત અંબુજા નામની કંપનીને એક લાખ રૂપિયા નો દંડ કરવામાં આવ્યો છે તેમજ અક્ષર પાત્ર સંસ્થામાં આ તેમના ડબ્બાઓ પડ્યા હોય જેને લઇ સંસ્થાને 10,000 નો દંડ કરવામાં આવ્યો છે.


 


22 વર્ષ પહેલા મોદીએ સંભાળ્યુ હતુ ગુજરાતનું સુકાન, રસપ્રદ છે સંગઠનથી સરકાર સુધીની સફર



જો કે આ બાબતે અક્ષયપાત્ર સંસ્થાના સંચાલકો દ્વારા ખુલાસો આવતા જણાવ્યું હતું કે જ્યારે તેમના નમૂના લેવામાં આવ્યા તે સમયે કોરોનાનો સમય ચાલતો હોય અને ફેબ્રુઆરી મહિનામાં નમૂના લેવાયા હતા તે સમયે શાળાઓ સંપૂર્ણ બંધ હોવાના કારણે આ તેલનો ઉપયોગ બાળકોના મધ્યાન ભોજનમાં થયો નથી, જો કે જે તે સમયે કોરોના ના સમયમાં શ્રમજીવી વિસ્તારોમાં અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ભોજન આપવામાં આવતું હતું તેમાં આ તેલનો ઉપયોગ થયો હતો. જો કે નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં આ કંપની પાસેથી તેલ લેવાનું સંપૂર્ણ બંધ કરાયું છે અને તેને બ્લેક લિસ્ટ માં મુકાય છે.


મુખ્યમંત્રીની શ્રદ્ધાળુઓને મોટી ભેટ : કરોડોના ખર્ચે આ ધાર્મિક સ્થળોનો વિકાસ કરાશે