Tathya Patel Accident : આ વર્ષે અમદાવાદમાં થયેલ તથ્ય પટેલના જેગુઆર કારનો અકસ્માત ક્યારેય ભૂલાય તેમ નથી. મોટા બાપના દીકરા તથ્ય પટેલે જેગુઆર કાર નીચે 9 લોકોને કચડ્યા હતા. ત્યારે ભાવનગરમાં પણ આવો જ એક બનાવ આજે બન્યો. જે કુમળી વયના સગીરાઓને વાહનો પકડાવી દેતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં માત્ર 16 વર્ષીય સગીરે જન્મદિવસની ઉજવણી માટે લાવેલ સ્કોર્પિયો કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ સગીરે પણ તથ્ય પટેલની જેમ કાર હંકારીને અનેક લોકોને અડફેટે લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સગીર વયના કિશોરોને વાહન ચલાવવા આપવું ગુનો છે. છતા કેટલાક માતાપિતા દેખાદેખીમાં પોતાના સગીર સંતાનોને વાહનો પકડાવી દે છે. ભાવનગરમાં એક 16 વર્ષના સગીરને તેના માતાપિતાએ તેના જન્મદિવસે સ્કોર્પિયો કાર ચલાવવા આપી હતી. જેનુ પરિણામ તથ્ય પટેલ જેવું જ આવ્યું. સગીરે સ્કોર્પિયો કાર ઓવર સ્પીડે ચલાવી 5 થી 6 વાહન સહિત લોકોને અડફેટે લીધા હતા. 


વધુ એક પરિવારનો સામુહિક આપઘાત : સુરત બાદ બનાસકાંઠામાં ચાર લોકોએ ડેમમાં ઝંપલાવ્યું


 


બે ગુજ્જુ મિત્રોએ ગુજરાતની ધરતી પર શક્ય નથી તેવા લાખોના ફૂલની ખેતી કરી