ભાવનગરઃ મહુવામાં VHPના પ્રમુખની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હત્યા બાદ થયેલા તોફાનમાં ગેરહાજર જિલ્લાના 12 જેટલાં પોલીસ કર્મચારીઓને DSPએ સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં અમરેલી-બોટાદના પોલીસ કર્મચારીની સમાવેશ થાય છે. જેના પગલે ફરજમાં બેદરકારી અને ગેરહાજર મામલે ભાવનગર DSPએ મોટી કાર્યવાહી કરી છે. આ તમામ પર વીએચપી નેતાની હત્યા બાદ ફાટી નિકળેતા તોફાન દરમિયાન ફરજમાં બેદરકારી દાખવવાનો આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર DSPએ એક સાથે 21 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સસ્પેન્ડ કરાયેલા તમામ પોલીસકર્મીઓ પર મહુવામાં તોફાન દરમિયાન બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. 21 પોલીસકર્મીમાં 12 પોલીસકર્મી ખૂટવડા, ગંગાજળિયા અને હેડક્વાર્ટરના છે, જ્યારે અમરેલીના 7 અને બોટાદના 2 કર્મચારી હોવાનું બહાર આવ્યું છે. તો હોમગાર્ડના 10 જવાનો સામે પણ કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે.


નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ વીએચપીના પ્રમુખ સહિત અન્ય વ્યક્તિ પર તલવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં વીએચપી પ્રમુખનું મોત થયું હતું. ત્યારબાદ મહુવામાં હિંસા ફાટી નિકળી હતી. શહેરમાં તણાણનો માહોલ હતો. આ સ્થિતિ બાદ પોલીસની કાર્યવાહી પર સવાલો ઉભા થયા હતા. જેથી ડીએસપીએ આકરા પગલા લીધા છે.