ઉદય રંજન/અમદાવાદ: બાપુનગરમાં ભાવનગરની પોલીસ જીપે કાબૂ ગુમાવ્યો હતો. BRTS બસ સ્ટેન્ડ પાસે ત્રણ રાહદારીઓને અડફેટે લીધા. અકસ્માતમાં એકનું મોત થયું અને બે ઈજાગ્રસ્ત થયા હતા. જીપમાં સવાર તમામ કર્મચારીઓ ઘટના સ્થળ પરથી ફરાર. પોલીસની જીપમાં દારૂની બોટલ પકડાઇ છે અને ડ્રાયવર પણ દારૂ પીધેલી હાલતમાં હતો. મહત્વનું છે, કે તમામ પોલીસ અધિકારીઓ અકસ્માત સર્જીને જીપ મુકીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરની પોલીસ જીપી અમદાવાદના બાપુનગર વિસ્તારમાં દારૂની બોટલ હોવાની આશંકા હતી. અકસ્માત સર્જીને તમામ પોલીસ અધિકારીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. અકસ્માત થતા રાહદોરીઓનું ટોળું ભેગુ થઇ ગયું હતું. રાહદારીઓ દ્વારા કારની તપાસ કરતા તેમાંથી એક વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી.


કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ અલ્પેશ ઠાકોરની ‘નવી રાજકીય ઇનિંગ’, કરશે ભાજપમાં જોડાણ


જુઓ LIVE TV



પોલીસ જીપ દ્વારા અક્સમાતમાં એક રીક્ષા ચાલકનું મોત થયું છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હીરાવાડી પાસે આવેલા ચાર રસ્તા પર અકસ્માતમાં થતા તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. સીસીટીવીમાં પુર પાટ ઝડપે બીઆરટીએસ કોરીડોરમાં આવી રહી હતી.