નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગરની સરદાર પટેલ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ સંચાલિત લાખાણી વિદ્યા સંકુલમાં વીજપ્રવાહ બંધ થઈ જતા વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઈ. ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. જેથી સંચાલકોએ વિદ્યાર્થિનીઓના વાલીઓને બોલાવ્યા હતા. જે બાદ વાલીઓ વિદ્યાર્થિનીઓને હૉસ્પિટલ લઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં વિદ્યાર્થિનીના વાલીનો આક્ષેપ છે કે, મસમોટી ફી લેતી શાળાઓ વિદ્યાર્થીઓને પાયાની સુવિધા નથી આપી રહી. અને વિદ્યાર્થિનીઓની તબિયત લથડી છતાં તેમની હૉસ્પિટલ તાત્કાલિક ન લઈ ગયા. જ્યારે ઈન્સ્ટિટ્યુટના મેનેજમેન્ટે બચાવ કર્યો કે, તેમણે વિદ્યાર્થિનીઓની પ્રાથમિક તપાસ કરાવી હતી. આ મામલે શિક્ષણાધિકારીએ કહ્યું કે, તેમની ટીમ તપાસ કરી રહી છે. જો કોઈનો વાંક જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.


ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી ખાનગી સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિયુટ સંચાલિત લાખાણી વિદ્યા સંકુલમાં આજે કોઈ કારણોસર વીજપ્રવાહ બંધ થઈ ગયો હતો, ચોમાસુ ચાલતું હોય ભારે ઉકળાટ અને ગરમી સહન નહિ કરી શકતા અનેક વિદ્યાર્થીનીઓ બેભાન બની ઢળી પડી હતી. જેથી સંચાલકો દ્વારા વિધાર્થની ના વાલીઓ ને ફોન કરી બોલાવવામાં આવ્યા હતા, જેથી વાલીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચતાં બેભાન બનેલી વિદ્યાર્થીનીઓ ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેમાં એક વિદ્યાર્થિનીને ખાનગી હોસ્પિટલ અને ને વિદ્યાર્થીનીઓ ને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 


વિદ્યાર્થિનીના વાલી દીપક પરમારે ઝી24 કલાક સાથે વાત કરતા જણાવ્યું હતુંકે, લાખો રૂપિયાની ફી વસૂલતી શાળાઓ દ્વારા વીજપ્રવાહ બંધ થતાં જનરેટર ની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ના હોય અસહ્ય બફારો સહન નહિ કરી શકવાના કારણે વિદ્યાર્થીનીઓ બેભાન બની ગઈ હતી. પરંતુ બેભાન થયેલી વિદ્યાર્થિનીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાના બદલે શાળા સંચાલકો દ્વારા તેઓના વાલીઓ ને બોલાવી વિદ્યાર્થીનીઓ ને તેમના હવાલે કરી હતી. વાલીઓ દ્વારા શાળા સંચાલકો દ્વારા બેદરકારી આચરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.


ભાવનગર જિલ્લાના ડી.ઈ.ઓ. હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતુંકે, સવારથી આખા વિસ્તારમાં લાઈટ ના હોવાના કારણે બે વિદ્યાર્થીનીઓ ને મૂંઝવણ થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે સ્કૂલમાં હાજર ડોક્ટર દ્વારા બંને વિદ્યાર્થીનીઓની પ્રાથમિક સારવાર આપી 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ જો શાળાની કોઈ બેદરકારી હશે તો શાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 


ભાવનગરના સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટના મેડિકલ ઓફિસર ડો. શિલ્પાબેન વઘાસીયાએ જણાવ્યું હતુંકે, સરદાર પટેલ સ્કૂલમાં મેડિકલ સેન્ટર બનાવી ફૂલ ટાઈમ ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ડોક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મેં પોતે બંને વિદ્યાર્થીનીઓ ને તપાસી હતી અને સ્વસ્થ થઈ જતા બંને ને તેમના વાલી સાથે ઘરે મોકલી દેવામાં આવી હતી.