ગુજરાતના સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના, બે સગીરોના કપડા કાઢી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરાયું
Bhavnagar News : ભાવનગરમાં બની સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના... અનુસુચિત જાતિના બાળકો સાથે અમાનુષી અત્યાચાર કરાયો... 2 સગીર બાળકોના કપડાં કઢાવી ઢોરમાર મારવામાં આવ્યો... બાળકોને માર મારીને જબરદસ્તી સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરાવાયું... અન્ય જાતિના 9 સગીર બાળકોએ વીડિયો બનાવી વાયરલ કર્યો... વીડિયો વાયરલ થતાં સિહોર પોલીસે સગીરો સામે નોંધી ફરિયાદ
Bhavnagar News : ભાવનગરના સિહોર ખાતે ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ વાલીઓને વિચારતા કરી દીધા છે. આજના બાળકો મોબાઈલ અને તેમાં ખાસ સોશિયલ મીડિયાના વપરાશથી કેવા કૃત્યો કરતા થઈ ગયા છે, અને એવા કૃત્યોને વાયરલ કરી પોતાની જાતને જોખમમાં મૂકી રહ્યા છે. જેને પગલે પોલીસે આવું કૃત્ય કરવા મજબૂર કરનાર 9 બાળકો સામે કાર્યવાહી હાથ ધરી છે.
સિહોરમાં સગીર વયના બાળકોનાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
સિહોર શહેરનાં રાજીવનગર વિસ્તારમાં કલંકિત ઘટના ઘટી
અનુસુચિત જાતિના બે સગીર વયના બાળકોને આજ વિસ્તારના 9 બાળકોએ મારમારી દુષ્કર્મ ગુજાર્યું હતું
દુષ્કર્મનો વિડીયો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર કર્યો હતો વાયરલ
પોલીસે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સામે આવેલી એક ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આજના આધુનિક સમયમાં બાળકો મોબાઈલ અને એમાં પણ ખાસ સોશિયલ મીડિયાનો વધુ પડતા દૂરૂપયોગના કારણે કુમળી વયના બાળકોના માનસ પર વિકૃત અસર થઈ રહી છે, જેના કારણે બાળકો ક્યારેક એવું કૃત્ય કરી બેસે છે, કે જેમાં તેનું જીવન બરબાદ થઈ શકે છે. સિહોર શહેરમાં સામે આવેલી ઘટના જેમાં ઈન્સ્ટાગ્રામ પર સિહોરના બે સગીર બાળકોને 9 જેટલા અન્ય બાળકો ધાકધમકી અને મારમારી, કપડા ઉતરાવી અશ્લીલ હરકતો સાથે દુષ્કર્મ કરાવી તેનો વિડીયો વાયરલ કર્યો હતો.
કેનેડામાં કચરા પોતા કરવાના પણ કામ મળતા નથી! વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થયું
આ વીડિયો ભોગ બનનારના કોઈ સંબંધી જોઈ જતા તેને સગીરના પિતાને જાણ કરી હતી અને સમગ્ર ઘટના બહાર આવી હતી. જેમાં સગીર વયના બે બાળકો સિહોરના રાજીવનગર નજીકના અવાવરું વિસ્તારમાં રમતા હોય ત્યાંરે 6 સગીર અને 3 પુખ્ત વયના બાળકોએ આવી ‘તમે અહીં શુ કરો છો’ તેમ ધમકાવી મારમારી વિકૃત માનસિકતા સાથે વિવિધ પ્રકારે અશ્લીલ હરકતો અને દુષ્કર્મ કરાવી તેનો વિડીયો બનાવ્યો હતો, અને આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સએપ પર વાયરલ કર્યો હતો.
આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં ભોગ બનનાર સગીરના પરિજનો અને લોકો પોલીસ મથકે દોડી ગયા હતા અને કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેને પગલે પોલીસે 3 પુખ્ત વયના સહિત તમામ 9 બાળકોને હસ્તગત કરી આ બનાવમાં આરોપીઓ સામે BNS - 115(2), 351(3),352,54, અનુસુચિત જાતિ અત્યાચાર અધિનિયમ 3(2)(va)n,પોકસો - 4,6,12,14,17 GPA-135,IT -66B/67/67B સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર, આજથી શરૂ થશે આ મહત્વનો સરવે