ભાવનગર: શહેરવાસીઓને ઓગસ્ટ માસના અંત સુધી મળી રહેશે પીવાનું પાણી (Water), જિલ્લાના મોટા ભાગના જળાશયો હજુ પણ ભરેલા છે. જ્યારે શહેર જિલ્લાના જીવાદોરી સમાન મુખ્ય બે જળાશયો શેત્રુંજી ડેમમાં 187 મિલિયન ઘન મીટર અને શહેરના બોરતળાવમાં 400 એમસીએફટી પાણી (Water) નો સંગ્રહ છે. બંને જળાશયો 70 ટકાથી વધુ ભરેલા હોવાથી આ વખતે પીવાના પાણી (Water) ની સમસ્યા નહીં રહે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Patan: ચણામાં ટેકાના ભાવે ખરીદીનાં નામે ખેડૂતો સાથે મજાક, દરિયામાંથી ટીપું ખરીદી સરકાર વાહવાહી લૂંટે છે


ભાવનગર (Bhavnagar) ના લોકોને આ વર્ષે પીવાના પાણી (Water)  માટે વલખા નહીં મારવા પડે. જિલ્લામાં આવેલા મોટા ભાગના જળાશયોની સ્થિતિ હાલ ખૂબ સારી છે, માત્ર સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા અમુક જળાશયોના તળિયા દેખાવા ના શરૂ થઈ ગયા છે પરંતુ જિલ્લાના જીવાદોરી ગણાતા પાલીતાણાના શેત્રુંજી ડેમમાં હાલ 70 ટકા જેટલું પાણી (Water)  ભરેલું છે. ગત ચોમાસા દરમ્યાન શેત્રુંજી ડેમ 5 વખત ઓવરફ્લો થયો હતો, તેમજ 29 દિવસ સુધી સતત ઓવરફ્લો થવાનો પણ રેકોર્ડ સર્જાયો હતો. સારા વરસાદના પરિણામે શેત્રુંજી ડેમમાં હાલ 187 મિલિયન ઘન મીટર પાણી (Water) નો જથ્થો સંગ્રહિત છે. જેમાંથી સિંચાઈ માટે મેં માસ સુધી અને પીવા માટે 31 ઓગસ્ટ સુધી લોકોને પાણી (Water)  મળી રહેશે. જ્યારે શહેરનું જીવાદોરી સમાન બોરતળાવ આ વર્ષે ઓવરફ્લો થતા તેમાંથી પણ પાણી (Water)  લેવાઈ રહ્યું છે. જેમાં હાલ 400 એમસીએફટી જેટલો પાણી (Water)  નો સંગ્રહ છે, જેથી હાલ ચાલી રહેલા ધોમધખતા ઉનાળા માં લોકો ને પીવાના પાણી (Water)  ની કોઈ સમસ્યા નહીં રહે.


આફ્રિકામાં તબાહી મચાવનારો કોરોનાનો નવો સ્ટ્રેન ગુજરાત પહોંચ્યો, કલોલમાં કેસ આવતા તંત્રમાં દોડધામ


જિલ્લામાં સિંચાઈ માટે પાણી (Water) પૂરું પડતા રજાવળ, ખારો સહિતના જળાશયોમાં હજુ પાણી (Water) ભરેલું છે. જ્યારે લાખણકા અને ખોડિયાર તળાવના તળિયા દેખાઈ રહ્યા છે, પરંતુ પીવાના પાણી (Water)  માટેના મુખ્ય જળાશયો હજુ 70 ટકા ભરેલા છે.  ગત ચોમાસામાં પડેલો અતિભારે વરસાદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. જેથી હાલ ઓગસ્ટ મહિના સુધી પીવાના પાણી (Water)  ની સમસ્યા નહીં રહે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube