BHAVNAGAR: યુરિયાના સંયમિત ઉપયોગ માટે ખુદ આરોગ્ય મંત્રીએ ખેડૂતોને આપવી પડી સલાહ
શહેરના પાલીતાણા નજીકના વાળુંકડ ખાતે આજે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં નેનો યુરિયાનો વપરાશ અને માર્ગદર્શન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇફ્કો કંપની દ્વારા વિશ્વમાં સૌ પ્રથમવાર નેનો યુરિયા બનાવવામાં આવ્યું છે. જેની જાણકારી ખેડૂતોને મળી રહે એ માટે ઇફ્કો કંપનીના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી અને ઇફકોના ડાયરેક્ટર યોગેન્દ્રકુમાર ની હાજરીમાં પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
ભાવનગર : શહેરના પાલીતાણા નજીકના વાળુંકડ ખાતે આજે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં નેનો યુરિયાનો વપરાશ અને માર્ગદર્શન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇફ્કો કંપની દ્વારા વિશ્વમાં સૌ પ્રથમવાર નેનો યુરિયા બનાવવામાં આવ્યું છે. જેની જાણકારી ખેડૂતોને મળી રહે એ માટે ઇફ્કો કંપનીના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી અને ઇફકોના ડાયરેક્ટર યોગેન્દ્રકુમાર ની હાજરીમાં પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાથમિક શિક્ષણથી જ બાળકોને શ્રેષ્ઠ કેળવણી પુરી પાડવાનું સરકારનું આયોજન
ગુજરાતની ઇફકો કંપની દ્વારા તાજેતરમાં વિશ્વમાં સૌ પ્રથમવાર તૈયાર કરવામાં આવેલ નેનો યુરિયા (પ્રવાહી) ના ખેતીમાં વપરાશ અંગે માર્ગદર્શન અને પરિસંવાદ કાર્યક્રમ જિલ્લાના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે યોજવામાં આવ્યો હતો. આ નેનો યુરિયા (પ્રવાહી) અંગેના પરિસંવાદ કાર્યક્રમમાં દેશના કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા તેમજ ઇફકોના અધિકારીઓ પણ હાજર રહયા હતા.
JAMNAGAR: ચેકડેમ પરથી પસાર થઇ રહેલા બે લોકોના ડૂબી જવાને કારણે મોત
અહીં યોજાયેલા ખેડૂતો માટેના પરિસંવાદમા નેનો પ્રવાહી યુરિયા ખેડૂતોને કઈ રીતે ઉપયોગી થઈ શકે તે અંગે આગેવાનોએ માહિતી આપી હતી. નેનો યુરિયાના પ્રવાહીથી ઉત્પાદનમાં કઈ રીતે વધારો થઈ શકે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા એ નેનો યુરિયા સંશોધન અને તેની ઉપયોગિતા અંગે વિસ્તૃત સમજણ આપી હતી. આ પરિસંવાદ કાર્યક્રમમાં પાલીતાણા તેમજ આસપાસ ના તાલુકા મથકેથી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube