નવનીત દલવાડી, ભાવનગરઃ આપણે ઘણીવાર સાંભળ્યું છે કે મંદિરમાં મૂર્તિ દૂધ, પાણી પી રહી છે.... આવા અનેક સમાચાર અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે. હવે ભાવનગરમાં આવી ઘટના સામે આવી છે. ભાવનગરમાં શિવ મંદિરમાં પોઠિયો દૂધ અને પાણી પી રહ્યો છે. આ વાત ફેલાવાની સાથે અનેક લોકો શિવ મંદિરે પોઠિયાને પાણી અને દૂધ પીવડાવવા માટે પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યાં હોય શ્રદ્ધા ત્યાં પુરાવાની જરૂર નથી રહેતી એવી જ ઘટના ભાવનગરમાં બની રહી છે. એક સ્થળેથી શરૂ થાય છે, જ્યારે વાત એ ફેલાય છે, ખુદ અનુભૂતિ કરવા ત્યારે, લોકો મંદિર તરફ ખેંચાય છે. ભાવનગરના શિવ મંદિરોમાં શિવનો પોઠિયો દૂધ-પાણી પીતો હોવાની ઘટના સામે આવી છે. શહેરના પાર્વતી પતેશ્વર મહાદેવ મંદિરે પોઠિયો દૂધ-પાણી પી રહ્યો છે.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube