Jyotiraditya Scindia એ ભાવનગરને આપી ભેટ, દિલ્હી અને મુંબઇ માટે દરરોજ ભરશે ઉડાન
જ્યોતિરાદિત્ય સિંધિયા (Civil Aviation Minister Jyotiraditya Scindia) એ ટ્વીટ કરીને કહ્યું `નવી દિલ્હીથી ભાવનગર વચ્ચે 20 ઓગસ્ટથી પહેલીવાર દરરોજ ઉડાનોનું સંચાલન શરૂ થશે.
ભાવનગર: ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના ખૂણે ખૂણે હવાઇ સેવાઓ જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવે ગુજરાત (Gujarat) ના ભાવનગરથી દિલ્હી દિલ્હી અને મુંબઇ માટે ઉડાન (Bhavnagar to Delhi-Mumbai Flight) શરૂ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Civil Aviation Minister Jyotiraditya Scindia) ગુરૂવારે કહ્યું કે ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઇ માટે 20 ઓગસ્ટથી પહેલીવાર દરરોજ ઉડાનોનું સંચાલન શરૂ થશે.
જ્યોતિરાદિત્ય સિંધિયા (Civil Aviation Minister Jyotiraditya Scindia) એ ટ્વીટ કરીને કહ્યું 'નવી દિલ્હીથી ભાવનગર વચ્ચે 20 ઓગસ્ટથી પહેલીવાર દરરોજ ઉડાનોનું સંચાલન શરૂ થશે. આ સાથે જ મુંબઇ-ભાવનગર વચ્ચે 20 ઓગસ્ટથી શરૂ થશે. તેમણે કહ્યું કે તેનાથી નિશ્વિતપણે ભાવનગરના નાગરિકો માટે દિલ્હી અને મુંબઇ વચ્ચે સરળતા યાત્રા સુનિશ્વિત થશે. જોકે તેમણે એ જણાવ્યું નથી કે આ માર્ગ પર કઇ વિમાન કંપની ઉડાનોનું સંચાલન કરશે.
Gajanan મૂષક રાજ પર નહીં, પણ કોરોના Vaccine પર સવાર થઇને આવશે
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દેશના ખૂણે ખૂણે હવાઇ સેવાઓ સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે. આ સાથે જ એક અન્ય ટ્વીટમાં સિંધિયાએ કહ્યું કે મધ્ય પ્રદેશના જબલપુરથી દરરોજ આઠ નવી ઉડાનો શરૂ થશે. આ નવી ઉડાનો મુંબઇ-જબલપુર-મુંબઇ, દિલ્હી-જબલપુર-દિલ્હી, ઇન્દોર-જબલપુર-જબલપુર-ઇન્દોર અને હૈદ્રાબાદ-જબલપુર-હૈદ્રાબાદ ની હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube