મધરાતે 3 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું, બસમાં ફસાયેલ તમિલનાડુના મુસાફરોને માંડ માંડ બહાર કઢાયા
Rescue Operation : ભાવનગરના કોળિયાકમાં બસ નાળામાંખાબકી,, પાણીનો ધસમસતા પ્રવાહમાં તમિલનાડુથી કોળિયાક દર્શને આવેલા મુસાફરોની બસ ફસાઈ,, બસમાં સવાર મુસાફરોને સલામત બહાર કઢાયા... તમામ મુસાફરો સુરક્ષિત
Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર નજીકના કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન કરી પરત ફરતી એક ખાનગી બસ કોળિયાક નજીક એક કોઝવે ઉપરથી પસાર થતા પૂરમાં ફસાઈ હતી. ભારે વરસાદના કારણે નદીમાં પુર આવતા અને કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોવા છતાં બસ ચાલકે બસ પસાર કરવાનો પ્રયાસ કરતા બસ થોડું અંતર કાપ્યા બાદ બંધ પડી પાણીના વહેણમાં તણાઈ જતા અડધી નીચે ઉતરી જતા શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા. જેને તંત્ર દ્વારા 8 કલાકની મહેનત બાદ સહીસલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
તામિલનાડુથી 29 સિનિયર સિટીઝનો ખાનગી બસમાં ભાવનગર નજીક આવેલા કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને આવ્યા હતા. આ બસના શ્રદ્ધાળુઓ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે કોળિયાકથી ૧ કિમિ દૂર આવેલા માલેશ્રી નદીના કોઝવે કે જેમાં ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવતા કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હતું. પરંતુ તેમ છતાં બસ ચાલકે તેમાંથી બસ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, જેથી બસ કોઝવે પર થોડું અંતર કાપી બંધ પડી ગઈ હતી અને પાણીનો પ્રવાહ વધતા બસ ધસડાઈને અડધી કોઝવે પર અને અડધી પાણીમાં ફસાઈ ગઈ હતી.
ભારે વરસાદની આગાહી : હવામાન વિભાગે આ જિલ્લાઓને આપ્યું ઓરેન્જ અને યલો એલર્ટ, ધોધમાર વરસશે
1000 વર્ષ જૂના બીજમાંથી ઉગાડાયું વૃક્ષ, બાઈબલમાં તે ચમત્કારિક કહેવાયું હતું