ગુજરાતમાં ફરી પેપર ફૂટવાની વધુ એક ઘટના! યુવરાજસિંહ જાડેજાએ કર્યો ચોંકાવનારો દાવો
યુવરાજસિંહે ટ્વીટમાં લખ્યું કે, જાગૃત વિદ્યાર્થી દ્વારા મળતી માહિતી પ્રમાણે પેપર શરૂ થયા અગાઉ વિવિધ વોટ્સએપ નંબરો પર પેપર વાયરલ થયું હતું. જે પેપર વાયરલ થયું હતું તે જ પેપર પૂછાયું હોવાની પણ યુવરાજસિંહે પુષ્ટિ કરી છે.
ઝી ન્યૂઝ/ભાવનગર: ગુજરાતમાં પેપર લીકકાંડની ઘટનામાંથી કળ વળ્યો નથી, ત્યાં ફરી એકવાર ભાવનગર યુનિવર્સિટીનું પેપર વાયરલ થવાનો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે દાવો કર્યો છે. આજે યુવરાજસિંહે ટ્વીટ કરીને દાવો કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
યુવરાજસિંહે ટ્વીટમાં લખ્યું કે, જાગૃત વિદ્યાર્થી દ્વારા મળતી માહિતી પ્રમાણે પેપર શરૂ થયા અગાઉ વિવિધ વોટ્સએપ નંબરો પર પેપર વાયરલ થયું હતું. જે પેપર વાયરલ થયું હતું તે જ પેપર પૂછાયું હોવાની પણ યુવરાજસિંહે પુષ્ટિ કરી છે. જેના કારણે યુવરાજસિંહે તપાસ કરવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે ભાવનગર યુનિવર્સિટીનું ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટનું પેપર હતું.
યુવરાજસિંહ જાડેજાનું ટ્વિટ (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.) ની પરીક્ષા હતી. જેમાં FINANCE & ACCOUNTS-XII(MANEGEMENT ACCOUNTING-||) નું પેપર હતું. આ પરીક્ષાનો સમય -૩:૩૦ થી ૬:૦૦ કલાકનો હતો. પરંતુ એક જાગૃત વિદ્યાર્થી દ્વારા મળતી માહિતી પ્રમાણે પેપર શરૂ થયા અગાઉ પેપર વિવિધ વોટ્સ એપ નંબરો ઉપર વાઇરલ હતું. વોટ્સએપ પર જે પેપર વાઇરલ થયું હતું તે સમય ૩:૧૨ કલાકેના સ્ક્રીનશોર્ટ પુરાવા સાથે હતું.
યુવરાજસિંહે જણાવ્યું હતું કે, પેપરની અમે પુષ્ટિ કરેલ છે. પેપર તે જ હતું. જે કોલેજમાં પૂછાયું હતું, પરંતુ પેપર સૌ પ્રથમ ક્યાં ઇરાદે અને કોના દ્વારા વાઇરલ થયું તેની સંપૂર્ણ માહિતી અમારા જોડે નથી. સરકાર દ્વારા જો એમાં સચોટ તપાસ થશે તો ચોક્કસ પણે ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.