નસીબનો બળિયો નિકળ્યો ગુજ્જુ યુવક, સુરતના હીરાઘસુનું જીવન હીરાની જેમ ચમકી ઉઠ્યું
આખરે વિવેક ઉપર ઇન્ડિયન નેવીની નજર પડી અને નેવીમાં ઓફિસરની નોકરી સ્વીકારી લીધી. હાલ ઇન્ડિયન નેવીની બાસ્કેટ બોલ ટીમના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે દેશ વિદેશ માં પ્રતિનિધિત્વ કરે છે અને લોનાવાલામાં રહે છે.
સુરત: સૌરાષ્ટ્રના એક નાનકડા ગામનો, આર્થિક સંકડામણથી ત્રસ્ત યુવાન બારમું ધોરણ પાસ કરી રોજગારી માટે સુરતની વાટ પકડી લીધી હીરા ઘસવાનું કામ શરૂ કર્યું ત્યારે આ યુવાનને બાસ્કેટ બોલના એક કોચનો ભેટો થતા સ્પોર્ટ્સમાં રહેલો રસ જાગૃત્ત થયો અને શરૂ થઈ રત્નકલાકારથી બાસ્કેટ બોલના આંતરરાષ્ટ્રીય ખેલાડી સુધીની યાત્રા.
સુરતના જાણીતા બાસ્કેટ બોલ કોચ રાજેશ ભાલાળા એક ગરીબ પરિવારનો આ યુવાન બાસ્કેટ બોલ ખેલાડી બન્યો તેની વાત માંડતા કહે છે કે, ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામનો વતની, ગરીબ પરિવારનો વિવેક ગોટી નામનો યુવાન ગામમાં ધો.૧૨ નો અભ્યાસ પૂરો કરી પરિવારને મદદરૂપ બનવા રોજગારીની શોધ માટે સુરત આવી ચડે છે. ૬ ફૂટ અને ૮ ઇંચની ઉંચાઈ ધરાવતા વિવેક ગોટીને નાનપણથી સ્પોર્ટ્સમાં રસરૂચિ છે. તેને કલ્પના પણ નહીં હોય કે સુરતમાં હીરા ઘસતા ઘસતા પોતે હીરાની ની જેમ ઘસાઈને એક દિવસ એ પોતે ચમકદાર હીરો બની જશે.
Car Buying Tips: 1 લાખથી ઓછો છે પગાર, તો નવી કાર ખરીદવી કે જૂની? સમજો ગણિત
હીરા બજારમાં મંદી આવતા હીરાની દલાલી તરફ વળવાની વિવેક ગોટીને ફરજ પડી ત્યારે તેના એક મિત્રએ શહેરના નામાંકિત બાસ્કેટ બોલ ખેલાડી અને કોચ એવા રાજેશ ભાલાળા સાથે મુલાકાત કરાવી. રાજેશભાઈ વિવેકની ઊંચાઈ જોઈ બાસ્કેટ બોલ માટે આ યુવાન બંધ બેસતો હોય તેનામાં રહેલા હીરને પારખી તાલીમ આપવાની શરૂઆત કરી.
Kiss કરતી વખતે કેમ આંખો બંધ કરી લે છે છોકરીઓ? તમને પણ જવાબ જાણવામાં પડશે રસ
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના બાસ્કેટ બોલ મેદાનમાં દરરોજ સવારે છ વાગ્યે વિવેક પહોંચી જતો અને પ્રેક્ટિસ શરૂ કરી. બાસ્કેટ બોલની એક સ્પર્ધા માટે કચ્છ ગયો ત્યારે બાસ્કેટ બોલ એસોસિએશનના પ્રમુખ શકિતસિંહ ગોહિલે તેને રમતો જોઈને તેમણે આ યુવાનમાં અંતરરાષ્ટ્રીય ખેલાડી બનવાની સંભાવના પારખી લીધી. તેમણે પોતે ખર્ચ ઉઠાવી ભાવનગર બાસ્કેટ બોલ એકડેમીમાં એડમિશન કરાવ્યું બસ પછી તો વિવેક વિવિધ સ્પર્ધાઓમાં પોતાની ટીમને અગ્રેસર કરવામાં મહત્વનું યોગદાન આપી નામના મેળવી.
આખરે વિવેક ઉપર ઇન્ડિયન નેવીની નજર પડી અને નેવીમાં ઓફિસરની નોકરી સ્વીકારી લીધી. હાલ ઇન્ડિયન નેવીની બાસ્કેટ બોલ ટીમના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે દેશ વિદેશ માં પ્રતિનિધિત્વ કરે છે અને લોનાવાલામાં રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube