ભાવનગર PARIS ને પણ આપશે ટક્કર, મુખ્યમંત્રીએ ખાસ પ્રોજેક્ટને આપી મંજૂરી
મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે ૧૦૪ કરોડ રૂપિયાના વિકાસ કામોને CM દ્વારા મંજુરી આપવામાં આવતી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે ૧૦૪ કરોડ રૂપિયાની ફાળવણીથી ભાવનગરના વિકાસને વેગ મળશે. મહાનગરના આઉટગ્રોથ વિસ્તારમાં રસ્તાના ૧૩ કામો માટે રૂ. ૧૦.૦૭ કરોડ તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે રૂ. ૧૧.૫૩ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
ભાવનગર : મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે ૧૦૪ કરોડ રૂપિયાના વિકાસ કામોને CM દ્વારા મંજુરી આપવામાં આવતી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે ૧૦૪ કરોડ રૂપિયાની ફાળવણીથી ભાવનગરના વિકાસને વેગ મળશે. મહાનગરના આઉટગ્રોથ વિસ્તારમાં રસ્તાના ૧૩ કામો માટે રૂ. ૧૦.૦૭ કરોડ તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે રૂ. ૧૧.૫૩ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાનો 1,2 કા 4 નો ખેલ, સીધા જ 2265 કેસ થઇ જતા હાહાકાર, 28 જિલ્લામાં કોરોનાનો ફૂંફાડો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર મહાનગરપાલિકાને વિવિધ વિકાસ કામો માટે ૧૦૪.૦૬ કરોડ રૂપિયાની ફાળવણી માટે મંજૂરી આપી છે. ભાવનગર મહાપાલિકાએ આ કામો માટે શહેરી વિકાસ વિભાગને કરેલી દરખાસ્તોને ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ ભાવનગર મહાનગરપાલિકામાં રસ્તાઓના આર.સી.સી કામો, પેવર તથા રિકાર્પેટ કરવાના અને પેવીંગ બ્લોક નાખવાના કામો સાથોસાથ ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના રિપેરીંગ એમ કુલ ૭ કામો માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી રૂપિયા ૧૧.૫૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ઉર્જાવિભાગ ભરતી કૌભાંડ મુદ્દે મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય, કહ્યું જુની તમામ ભરતીઓ...
ભાવનગર મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોના ૧૩ જેટલા માર્ગોના કામો માટે રૂ. ૧૦.૦૭ કરોડ ફાળવવાની પણ મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એટલું જ નહિ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના ૬૪ કામો જેમાં પાણી પુરવઠા, શહેરી પરિવહન, પેવર રોડ વગેરે માટે અને સામાજિક માળખાકીય સુવિધાઓના ર૦ કામો માટે એમ કુલ ૮૪ વિકાસ કામો માટે કુલ ૮૨.૪૬ કરોડ રૂપિયા ફાળવવાની પણ તેમણે મંજૂરી આપી છે. આ વિકાસ કામોનો સમગ્ર ભાવનગર મહાનગરની ૬.૪૯ લાખની જનસંખ્યાને લાભ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube