નવનીત દલવાડી/ભાવનગર :ઉત્તરકાશીના ડોકરાણી બામક ગ્લેશિયર વિસ્તારમાં રેસ્ક્યૂ ટીમે ગુજરાતી પર્વતારોહકનો મૃતદેહ બહાર કાઢ્યો છે. ગુજરાતના 5 યુવાનો ટ્રેકિંગ માટે ગયા હતા. જેમાંથી ચાર યુવકોનો જીવ બચી ગયો હતો. પરંતું ભાવનગર જિલ્લાનો એક પર્વતારોહી અર્જુનસિંહ ગોહિલ હજી પણ લાપતા હતો. જેનો મૃતદેહ 6 દિવસ બાદ બરફ નીચેથી મળી આવ્યો છે. અર્જુનસિંહને યાદ કરીને તેના સાથી મિત્રો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવાજનોમાં દુખનો માહોલ છવાયો
ભાવનગરના પર્વતારોહી અર્જુનસિંહ ગોહિલનો મૃતદેહ 6 દિવસ બાદ બરફ નીચેથી મળી આવ્યો છે. દ્રૌપદી કા ડંડા શિખર પર ગયેલા ભાવનગરના બે યુવાન ફસાયા હતા. એડવાન્સ કોર્સ માટે ગયેલા ભાવનગરના બે યુવાનો કલ્પેશ બારૈયા અને અર્જુનસિંહ ગોહિલ હિમસ્ખલન થતાં ફસાઈ ગયા હતા. અગાઉ શોધખોળ દરમ્યાન કલ્પેશ બારૈયા ભાવનગરનો કલ્પેશ બારૈયા સહીસલામત મળી આવ્યો હતો. જ્યારે કે, જિલ્લાના ચિત્રાવાવ ગામના અર્જુનસિંહ ગોહિલની કોઈ ભાળ નહિ મળતા શોધખોળ હાથ ધરાઇ હતી. ઘણા દિવસની શોધખોળ બાદ પર્વતારોહી યુવાન અર્જુનસિંહ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે ચિત્રાવાવ ગામના આશાસ્પદ પર્વતારોહી યુવાનનો મૃતદેહ મળી આવતા ગામના લોકો શોકાતુર બન્યા છે.


આ પણ વાંચો : મોંઘવારી પર PM મોદીનું મોટું નિવેદન, કહ્યું-વિકસિત દેશોના વિકાસદર બેસી ગયા છે, પણ..


મુખ્યમંત્રીએ સહાય જાહેર કરી 
ઉત્તરાખંડમાં માર્યા ગયેલા પર્વતારોહી યુવક માટે ગુજરાત સરકારે સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઉત્તરાખંડના હિમપ્રપાતમાં ભાવનગરના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામના પર્વતારોહક અર્જુનસિંહ ગોહિલના નિધનની ઘટનાથી દુ:ખની લાગણી અનુભવું છું. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. રાજ્ય સરકાર તેમના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાય આપશે.


આ પણ વાંચો : T20 World Cup પહેલા કરાઈ મોટી ભવિષ્યવાણી!


શું ઘટના બની હતી
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગના 41 પર્વતારોહક દ્રૌપદીના ડંડા-2 પર્વત પર ચઢવાની ટ્રેનિંગ લઈ રહ્યા હતા. જેમાંથી 34 ટ્રેની અને 7 ઇન્સ્ટ્રક્ટર હતા. તમામ ગત મંગળવારે સવારે લગભગ 4 વાગ્યે 5670 મીટર એટલે કે 18 હજાર ફૂટથી વધુ ઊંચા દ્રૌપદી પર્વતની ટોચ પર પહોંચ્યા હતા. પરત ફરતી વખતે સવારે લગભગ 8.45 વાગ્યે એક હિમસ્ખલનની ઝપેટમાં આવ્યા હતા. બરફમાં ફસાયેલા લોકોને બચાવવા ઓપરેશન હાથ ધરાયુ હતું. આ ટીમમાં ગુજરાતના પાંચ યુવાનો પણ સામેલ હતા. જેમાંથી ચાર યુવકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે, હવે માત્ર અર્જુનસિંહ ગોહિલ લાપતા હોવાની માહિતી મળી રહી છે.