નવનીત દલવાડી/ભાવનગર : શહેરના રાજવી દ્વારા નિષ્કલંક મહાદેવની ૧૨૬મી ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાનું હાલના રાજવી વિજયરાજસિંહજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું. ધજા પૂજન સમયે સીમિત સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા. રાજવી પરિવાર દ્વારા દરવર્ષે કોળિયાક ખાતે ભાદરવીના મેળામાં નિષ્કલંક મહાદેવને ધજા ચડાવવામાં આવે છે. જેમાં આ વર્ષે નિષ્કલંક મહાદેવ જઈ ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહજી ખુદ મહાદેવની ૧૨૬મી ધ્વજા પોતાના હાથે ચડાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષક દિવસે જ ગુજરાત બન્યું શર્મસાર, ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીના કારણે આચાર્યની આત્મહત્યા


ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલ કોળિયાક ગામે દરિયા કિનારે આવેલા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં દરવર્ષે ભાદરવી અમાસના રોજ મેળો ભરાય છે. ભાદરવીના આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ નિષ્કલંક મહાદેવના દર્શને આવતા હોય છે, આ સમયે પરંપરાગત રીતે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા નિષ્કલંક મહાદેવના મંદિરે પ્રથમ ધજા ચડાવવામાં આવે છે, શ્રાવણ માસના અંતિમ દિવસને ભાદરવી અમાસ તરીકે ઉજવાય છે ત્યારે રાજવી પરિવારના રાજવી વિજયરાજસિંહજી દ્વારા નિષ્કલંક મહાદેવની ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું, રાજવી પરિવારની આ ધજા રાજવી પરિવારવતી ક્ષત્રિય સમાજના આગેવાનો કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવને ચડાવતા હોય છે પરંતુ આ વર્ષે ભાવનગર ના યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલ ખુદ મહાદેવની પૂજા કરી ધજા ચડાવશે.


GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 16 સાજા થયા, એક પણ મોત નહી


કોળિયાક ખાતે પરંપરાગત રીતે ભરાતા ભાદરવીના મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે કોરોના મહામારીના સંક્રમણને રોકવા તમામ મેળાવડા બંધ રાખવામાં આવ્યા હોય ત્યારે ભાદરવીનો મેળો પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી કોળિયાકના દરિયા કિનારે પ્રવેશબંધી ફરમાવી છે. જોકે પરંપરા જળવાઈ રહે એ માટે રાજવી પરિવારની ધજા ચડાવવા ખાસ નીતિ નિયમોને આધીન રહી સીમિત લોકોને જવા માટે મંજૂરી આપી છે ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ ક્ષત્રિય સમાજના આગેવાનો કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવ મંદિરે જશે. સોશિયલ ડિસ્ટન્સ ના પાલન અને માસ્ક પહેરી મંદિરે ધજા ચડાવી પરંપરાને જીવંત રાખશે. જેમાં આ વર્ષે ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલ પણ નિષ્કલંક મહાદેવ મંદિરે પૂજા કરી પોતાના હસ્તે ધજા ચડાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube