ભાવનગર: તૌકતે વાવાઝોડાની સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ અસર થઈ છે. તેમાં પણ અમરેલીના રાજુલામાં વાવાઝોડાએ (gujrat cyclone) તબાહી સર્જી છે. રાજુલા ખંભા અને અમરેલીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ઠેરઠેર વિનાશ સર્જાયો છે. ત્યારે જૂનાગઢ અમરેલી હાઈવે પર તૌકતે વાવાઝોડાની ભયાનક તસવીરો સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે સાંજે ગુજરાતના તટીય વિસ્તારોમાં તાકતે વાવાઝોડાને લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને ઘર વખરીની નુકશાની થી માંડીને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોને સહાય કરવા માટે હનુમાનજીની પ્રસાદી રૂપે પુજય મોરારિબાપુ એ રુપીયા 50 લાખની સહાય જાહેર કરી છે. લોકોને થયેલા નુકશાનની વિગતો મેળવી જરુરીયાતમંદ લોકો ને અનાજ, ઘરવખરી અને અન્ય સ્વરુપે આ સહાય પહોંચાડવામાં આવશે.

Cyclone Tauktae: સબ સ્ટેશનમાં પાણી ભરાયા, વાવાઝોડાના લીધે 3850 ગામોમાં છવાયો અંધારપટ


મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ-ચાર પ્રકારનું નુકસાન થયું છે. ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવસે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube