ઝી બ્યુરો/ભાવનગર: ભાવનગર સર્ટી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે નિર્મલનગરના યુવાન સારવાર લેવા માટે આવેલ હતો. જેને સારવાર નહિ મળતા હોસ્પિટલ ખાતે આવેલ વિશ્રામ ગૃહમાં સુઈ ગયેલ, જ્યાં રાત્રે કોઈ કારણોસર મૃત્યું થતા હોસ્પિટલમાં રખડતા કૂતરા દ્વારા મૃતક યુવાનનો ચહેરો ફાડી ખાદ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અઢી મહિના પહેલા એમના સંસ્કારની દુનિયા દિવાની બની પણ રિવાબાનુ નવુ રૂપ જોઈ લોકો ચોંક્ય


આ વિશે જાણવા મળી રહ્યું છે કે, ભાવનગર સર્ટી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે નિર્મલનગર શહેરી નંબર-5 માં રહેતા અને સર્ટી હોસ્પિટલ રોડ પર નાસ્તાની દુકાનમાં કામ કરતા સુરેશભાઈ પરષોત્તમભાઈ ભીલ બીમારીની સારવાર લેવા માટે આવ્યા હતા. પરંતુ સારવાર નહીં મળતા હોસ્પિટલના પટાંગણમાં જ તેમને રાત્રે આશરો લીધો હતો. 


દરેક માતા પિતા ખાસ વાંચે, મરજી વિરુદ્ધ લગ્ન કરનારા સંતાનોને ઘરમાંથી બહાર કાઢી ન શકો


ત્યારે રાત્રે દરમિયાન કોઈ કારણોસર તેમનું મૃત્યુ નીપજ્યું હતુ અને સર્ટી હોસ્પિટલમાં રખડતા કૂતરાઓએ તેમનું મોઢું ફાડી ખાધું હતું. હોસ્પિટલ પ્રશાસન દ્વાર બિનવારસી જાહેર કરી પરિવારની શોધખોળ પહેલા પી.એમ. કરી નાખ્યું. ત્યારબાદ નિલમબાગ પોલીસને જાણ કરી હતી. બાદમાં મૃતકના ખીચામાંથી ઓળખાણ થતી કાગળ મળી આવતા પરિવારને જાણ કરવામાં આવી અને અંતિમ વિધિ કરવામાં આવી હતી.


કોઈને ગમે કે ના ગમે વસુંધરા રાજેની નારાજગી ભાજપને ભારે પડશે, હવે મનાવવામાં લાગી ભાજપ


મહત્વનું છે કે  નિર્મલનગરની શેરી નંબર-5માં રહેતા અને સરટી હસ્પિટલ રોડ પર નાસ્તાની દુકાન ધરાવતા સુરેશભાઈ ભીલ સારવાર માટે હોસ્પિટલ ગયા હતા. પરંતુ સારવાર માટે જગ્યા ન મળતાં તેમણે હોસ્પિટલના પ્રાંગણમાં જ આશરો લીધો હતો. આ દરમિયાન કોઈ કારણસર મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું.


મિડલ ક્લાસ ફેમિલી માટે મસ્ત છે આ વિદેશ યાત્રા, સસ્તા ભાડામાં સ્વિત્ઝરલૅન્ડ જેવી મૌજ