નાઈ સમાજના યુવકે પ્રેમલગ્ન કરતા આખા સમાજને સજા! દૂધ, પાણી સહિત જરૂરિયાતની વસ્તુ પર પ્રતિબંધ
અરવલ્લીના ભિલોડા તાલુકાના ભુતાવડ ગામે નાઈ સમાજના યુવાને અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા છે. સમગ્ર સમાજનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે અને નાઈ સમાજના 17 પરિવારોને સ્થળાંતર કરવું પડ્યું છે.
સમીર બલોચ/અરવલ્લી: ભિલોડામાં નાઈ સમાજના યુવકે પ્રેમ લગ્ન કરતા આખા સમાજને સજા મળી છે. ચૌધરી પટેલ બહુમતિ ધરાવતા ગામે સમાજનો બહિષ્કાર કર્યો છે. જેના કારણે 17 પરિવાર પલાયન કરવા મજબૂર બન્યા છે. હવે ગામમાં ફરીથી વસવાટ કરવા માટે કલેક્ટરને આવેદન આપ્યું છે.
અરવલ્લીના ભિલોડા તાલુકાના ભુતાવડ ગામે નાઈ સમાજના યુવાને અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા છે. સમગ્ર સમાજનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે અને નાઈ સમાજના 17 પરિવારોને સ્થળાંતર કરવું પડ્યું છે. આખા નાઈ સમાજને ગામ છોડી દેવાનો તાલિબાની આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે નાઈ સમાજે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરી છે.
આ તો કંઈ નથી! ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, જાણો હવામાનની ભયંકર આગાહી
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ભુતાવડ ગામમાં નાઈ સમાજના યુવક હાલમાં અમદાવાદ રહે છે. તેણે ગામની જ પટેલ સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા. પરંતુ ખબર નહોતી કે તેની સજા આખા સમાજને ભોગવવી પડશે. બંને સમાજના અગ્રણીઓના સમજાવવા છતાં યુવક-યુવતી અલગ થવા તૈયાર નહોતા. અને પોલીસ રક્ષણ મેળવીને રહે છે. પરંતુ ગામના પટેલ સમાજના આગેવાનોએ નાઈ સમાજના 17 જેટલા પરિવારોને ગામમાંથી નીકળી જવા કહી દીધું અને પાણી, લાઈટ તથા દૂધ જેવી વસ્તુઓ પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો.
ગુજરાતી ફિલ્મ લોચો રાડો, નાડીદોષના પ્રોડ્યુસર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો શું છે કેસ
તમને જણાવી દઈએ કે, નાઈ સમાજના યુવક સચિન સાથે પ્રેમ લગ્ન કરવા તે મનસ્વીના પરિવારજનોને મંજૂર ન હતુ. જેના કારણે મનસ્વીના પરિવારજનોએ સચિનના પરિવારને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. ત્યારે હવે પટેલ સમાજના આગેવાનોએ સચિનના પરિવારને ગામથી બહાર કાઢ્યા છે. પોલીસ પણ કોઈ મદદ કરવા માટે તૈયાર નથી. જેથી સચિનના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ પોતાની વેદના રજૂ કરી. ભુતાવડા ગામમાં રહેવાની માગ સાથે સચિનના પરિવારે કલેક્ટરને રજૂઆત કરી છે.
થાઇ બાદ હવે તાઇ જામફળ, કચ્છીમાંડુઓએ કમાલ કરી, સૂકા રણમાં કરી સોનેરી ખેતી
શું છે સમગ્ર મામલો?
- સચિન નાઈ-મનસ્વી ચૌધરી ઘણા સમયથી પ્રેમ સબંધમાં હતા
- 9 ડિસેમ્બરના રોજ બન્નેએ અમદાવાદમાં લગ્ન કર્યા
- દરિયાપુર ખાતે સચિન અને મનસ્વીએ પ્રેમ લગ્ન કર્યા
- કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બન્ને હાજર થયા હતા
- મનસ્વી ચૌધરીના પરિવારને પ્રેમ લગ્ન મંજૂર ન હતા
- સચિનના પરિવારને અરવિંદ ચૌધરી પરેશાન કરતા હતા
- પોલીસમાં અરજી કરી સચિને રક્ષણની માગ કરી હતી
- અમદાવાદ, ગાંધીનગરમાં સચિને પોલીસ સમક્ષ અરજી કરી હતી
- ભુતાવડા ગામમાં નાઈ સમાજના લોકોને પરેશાન કરવામાં આવ્યા
- પટેલ સમાજના લોકોએ નાઈ સમાજના લોકોને પરેશાન કર્યા
- સચિનના પ્રેમ લગ્ન મામલે 17 પરિવારને હેરાન કરવામાં આવ્યા
- ભુતાવડા ગામમાં પટેલ સમાજે નાઈ સમાજનું બહિષ્કાર કર્યુ
- નાઈ સમાજના 17 પરિવારને લાઈટ પાણી બંધ કરવામાં આવ્યું
- નાઈ સમાજના 17 પરિવારને ભુતાવડા ગામમાંથી કાઢી મૂકાયા
- 17 નાઈ પરિવાર ભુતાવડામાંથી સ્થળાંતર કરવા માટે મજબૂર થયા
- 17 પરિવારે અરવલ્લી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
- ભુતાવડામાં પરિવારોને રક્ષણ આપવાની નાઈ સમાજે માગ કરી