રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, ત્યારે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા છે તો અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા છે. પરંતુ ભુજના વિધાર્થીને પાસ થવા છતાં ધારેલું પરિણામ ના આવતા પરિણામ આવતાની 15 મિનિટ બાદ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો છે. એકનો એક દીકરાએ આપઘાત કરતાં પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારના 9 વર્ષ પર મંત્રીઓની થશે કસોટી, 160 લોકસભા સીટનો મળ્યો 'ટાર્ગેટ'


ભુજની જૂની રાવલવાડીમાં રહેતા દિનેશભાઈ ધુઆના 17 વર્ષીય પુત્ર હર્ષિતે આ વર્ષે 10માં ધોરણની પરીક્ષા આપી હતી. આજે જ્યારે પરિણામ આવતા ધારેલ પરિણામ કરતા ઓછું પરિણામ આવતા મનમાં લાગી આવતાં આપઘાત કરવાનો પગલો ઉઠાવ્યો હતો અને ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. હર્ષિતને ધોરણ 10માં 53 ટકા આવતા તેને ઓછા માર્કસ લાગતા તેને આપઘાત કર્યો હતો. હર્ષિત પરિવારમાં એકનો એક દીકરો હતો અને તેના માતા પણ નથી. તે પોતાના પિતા અને દાદા-દાદી સાથે રહેતો હતો.


ગુજરાતમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદની અગાહી! વીજળીના કડાકા સાથે આ વિસ્તારોમાં પડશે 


SSCમાં હર્ષિત આમ તો મહેનત કરતો કિશોર હતો. SSCમાં ટકાવારી ઓછી આવતા તેને મનમાં લાગી આવ્યું હતું. આ ઘટનાથી કુટુંબીજનો સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવાર પણ સુખી સંપન્ન છે અને પરિવારમાં એક જ પુત્ર હોતા પરિવાર ઊંડા શોકમાં પડી ગયો છે. હર્ષિતે જ્યારે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું ત્યારે તેના પિતા ઘરે હાજર ન હતા અને તેને ગળેફાંસો ખાઈ લેતા મહેશ્વરી સમાજમાં અરેરાટી ફેલાઈ છે તો પાસ થઈ ગયા હોવા છતાં 17 વર્ષીય કિશોરે આવો પગલો ભરતાં લોકોને અરેરાટી થઈ હતી.


RBI Rules: લાખોના દાગીના અને રૂપિયા મૂકનાર આ નિયમ જાણી લેજો નહીં તો પસ્તાશો


સમગ્ર બાબતે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે એકસીડેન્ટલ ડેથ નોંધીને તપાસ હાથ ધરાઇ છે. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "આજે ધોરણ 10નું રિઝલ્ટ આવતા ભુજની જૂની રાવલ વાડીમાં રહેતા કિશોર હર્ષિતને ધારેલું પરિણામ ન આવતા અને તેને તેના મિત્ર વર્તુળને કહી રાખેલું કે તેને આટલા ગુણ આવશે જેને પરિણામે તેટલા માર્કસ ન આવતા તેણે આપઘાત કર્યો હતો.