જેલ અધિક્ષકે બનાવી સેક્સ જેલ, વિદેશી મહિલા કેદી સાથે બેરેકની અંદર જ હવસની ભૂખ સંતોષી
ભુજની ભાગોળે આવેલી પાલારા ખાસ જેલમાં પાસપોર્ટ સબંધી ગુના હેઠળ કેદી તરીકે રહેલી નાઇજીરીયા દેશની મહિલાને જેલમાં ફોનની સુવિધા આપવાની સામે જેલ અધિક્ષક દ્વારા તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ હાઈકોર્ટમાં કરવામાં આવી છે. જો કે જેલ અધિક્ષકે આ તમામ આક્ષેપોને ષડયંત્ર ગણીને ફગાવ્યા છે.
રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :ભુજની ભાગોળે આવેલી પાલારા ખાસ જેલમાં પાસપોર્ટ સબંધી ગુના હેઠળ કેદી તરીકે રહેલી નાઇજીરીયા દેશની મહિલાને જેલમાં ફોનની સુવિધા આપવાની સામે જેલ અધિક્ષક દ્વારા તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ હાઈકોર્ટમાં કરવામાં આવી છે. જો કે જેલ અધિક્ષકે આ તમામ આક્ષેપોને ષડયંત્ર ગણીને ફગાવ્યા છે.
પાસપોર્ટ અને દસ્તાવેજોમાં ચેડાં કરવાના ગુનામાં નાઇજીરીયન મહિલાની 6 ડિસેમ્બર, 2021ના રોજ માધાપર પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં મહિલા વિદેશી હોઈ પહેલાં તેમને ભુજના જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં મોકલાઈ હતી. બાદ ભુજની પાલારા ખાસ જેલમાં ટ્રાન્સફર કરાઈ હતી. વિદેશી મહિલા જેલમાં હતી તે દરમિયાન જેલ અધિક્ષક દ્વારા તેની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હોવાનો આક્ષેપ કરાયો છે. નાઇજીરીયન મહિલા પાસે માન્ય પાસપોર્ટ ન હોતા ગુનો નોંધાયા બાદ ધરપકડ કરાઈ હતી.
આ પણ વાંચો : સંતોએ લાજશરમ વેચી મારી, ગુણાતીત સ્વામીના આત્મહત્યાના વિવાદ વચ્ચે સોખડામાં ઉત્સવની તૈયારીઓ શરૂ
ફરિયાદી નાઇજીરીયન મહિલાના વકીલ દિલીપ જોષીના જણાવ્યા મુજબ આ કેસ હાઇકોર્ટમાં દાખલ કરાવ્યો છે. મહિલા ગત વર્ષના 23 સપ્ટેમ્બરના ભૂજ આવી હતી. તેની પાસે માન્ય પાસપોર્ટ ન હોવા તથા ભારતમાં નિયમથી વધુ રોકાણ કર્યું હોવા અંગે ગુનો નોંધાયા બાદ ધરપકડ કરાઇ હતી. નાઇજીરીયન મહિલા વિરુદ્ધ IPC 465, 471 પાસપોર્ટ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
ફરિયાદી મહિલાએ કરેલા આરોપ મુજબ જેલના બે કર્મચારીઓની પણ સંડોવણી તેમાં છે. જેલમાં તેણીએ મહિલા પોલીસકર્મી પાસે પોતાના પરિવાર સાથે વાતચીત કરવા ફોનની મદદ માંગી હતી. જેમાં મહિલા કર્મીએ બદલામાં જેલ સુપરિન્ટેન્ડેન્ટને ખુશ કરે તો ફોન આપવા કહ્યું હતું. દરમિયાન ફરિયાદી મહિલાએ કરેલા આરોપ મુજબ જેલના બે કર્મચારી ફરિયાદી મહિલા પાસે બેરેકમાં આવ્યા હતા અને જેલ સુપરિન્ટેન્ડેન્ટ રાજેન્દ્રસિંહ રાવ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું તથા ધાકધમકી પણ કરી હતી.
આ પણ વાંચો : કપડવંજ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, મહિલા ગેંગરેપ કેસમાં 3 ને ફાંસીની સજા સંભળાવાઈ
ગત 5 એપ્રિલના રાત્રે દસ વાગ્યે જેલ સુપરિન્ટેન્ડેન્ટ આ ફરિયાદી મહિલાની બેરેકમાં આવ્યા હતા અને જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો તેવું મહિલાએ ફરિયાદમાં જણાવ્યું. આ દરમિયાન આ ફરિયાદ અન્વયે જેલ અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવે આ બાબતને ષડયંત્ર ગણાવી હતી. જેલના નિયમો મુજબ મહિલા બેરેક સુધી એકલી વ્યક્તિને જવાનું શક્ય ન હોવાનું પણ તેમને ઉમેર્યું હતું. આ ઉપરાંત નાઇજીરીયન મહિલાને હિન્દી બોલતા આવડતું નથી. એને અંગ્રેજી ભાષા પણ તૂટેલી ફૂટેલી બોલે છે જે સમજી શકાય તેમ પણ નથી. તેથી તેના આક્ષેપો તદન ખોટા છે, ઉપજાવેલી કાઢેલી સ્ટોરી છે તેવુ જેલ અધિક્ષકે જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે, આરોપી મહિલા કેદી મનીષાબેન ગોસ્વામીને પણ નાઇજીરીયન મહિલા સાથે જ બેરેકમાં રાખવામાં આવી છે. 7મી જાન્યુઆરી 2022ના રોજ પાલારા ખાસ જેલમાં મનીષા ગોસ્વામીને મોકલવામાં આવી હતી. આ મહિલા પાસેથી મોબાઈલ પણ મળી આવ્યો હતો. જેના માટે ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારે આ મનીષા દ્વારા જેલ અધિક્ષકને ખોટા આક્ષેપોમાં ફસાવવાની ગર્ભિત ધમકીઓ પણ આપી હતી.
આ પણ વાંચો :
સાવધાન! આજથી શરૂ થઈ શનિની સાડાસાતી, 5 રાશિઓ માટે કપરો સમય, 3 રાશિ પનોતીમાંથી મુક્ત થશે