રાજેન્દ્ર ઠક્કર/ભુજ: સહજાનંદ કોલેજ વિવાદ મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. દિલ્લીના રાષ્ટ્રીય મહિલા આયોગની ટિમના ડૉ.રાજુલબેન દેસાઈ ભુજ પહોંચ્યા હતા. ડો.રાજુલાબેન દેસાઈ સાત સભ્યોની ટિમ સાથે ભુજ આવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ ઘટનાને કલંકિત ગણાવી હતી. 21મી સદીમાં આ ઘટના શરમજનક હોવાનું જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, આધુનિકતાની વાતો વચ્ચે આ પ્રકારની ઘટના આજે પણ આક્રોશિત અને આંદોલીત કરી મુકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર: વલભીપુરમાં વરઘોડા દરમિયાન થયું ફાયરિંગ અને પછી...
દેસાઈની ટિમ કોલેજમાં પહોંચી હતી ભોગ બનનાર છાત્રોઓના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભુજ કોલેજની ગંભીર ઘટનામાં તપાસ કરીને દીકરીઓને પૂરતું ન્યાય અપાશે. ઉપરાંત ગુનેગારોને છોડાશે નહિ તેવો નિર્દેશ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા અપાયો હતો. મુલાકાતને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ઉપરાંત એસઆઈટી પાસેથી તપાસની વિગત મેળવાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube