ભુજ : હાલ સમગ્ર રાજ્ય પર કોરોનાનો ખતરો છે. જેનાં કારણે સરકારી તંત્ર સતત ખડેપગે દિવસરાત મહેનત કરી રહ્યું છે. કોરોના વધારે વકરે નહી તે માટે દિવસરાત પ્રયત્નો કરી રહ્યું છે.  કચ્છ જિલ્લામાં કોરોનાનાં 2 કેસ પોઝિટિવ આવ્યા છે અને 42 શંકાસ્પદ લોકોનાં સેમ્પલ લેવાની કામગીરી પુર્ણ થઇ ચુકી છે. જ્યારે 3903 લોકોને ક્વોરોન્ટિન કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરમાં તમામ 12 પોઝિટિવ કેસ અબ્દુલ કરીમ નામના શખ્સે ફેલાવ્યા, ધરણા કરનાર MLAની ધરપકડ

જો કે લોકો બહાર ન નિકળે અને ઘરમાં જ રહે અને કોરોનાથી બચેલા રહે તે માટે આરોગ્ય વિભાગ, પોલિસ વિભાગ, મીડિયા અને સમગ્ર સરકારી તંત્ર સતત ખડેપગે દિવસરાત મહેનત કરી રહ્યું છે. ત્યારે રાષ્ટ્રરક્ષકો દિવસરાત ફરજ બજાવી રહ્યા છે સાથે સાથે પારિવારિક જવાબદારી પણ નિભાવી રહ્યા છે. ભુજમાં આવી જ એક મહિલા કોન્સ્ટેબલ પોતાની બે વર્ષની દિકરી સાથે લોકડાઉન ડ્યુટી કરી રહ્યા છે. જેમની આ તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે. 


ભાવનગરનાં 70 વર્ષનાં વૃદ્ધ કોરોના સામે જીત્યા જંગ, લોકોએ સોશિયલ ડિસ્ટન્સની મજાક ઉડી


ભુજના મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટબલ તરીકે ફરજ બજાવતા અલકા દેસાઇ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠાના ખુબ જ વખાણ થઇ રહ્યા છે. હાલ તે કોરોના ડ્યુટીમાં 2 વર્ષની પુત્રીને સાથે રાખીને ફરજ બજાવી રહ્યા છે. તેમના પતિ પણ પોલીસ કર્મચારી છે. આ પોલીસ દંપત્તી ભુજમાં જ ફરજ બજાવે છે. 


કોરોના જેવા લક્ષણ દેખાય તો તુરંત સંપર્ક કરો, ખોટી માહિતી આપનાર વિરુદ્ધ કડક કાર્યવાહી

અલકા દેસાઇ જ્યારે ફરજ પર હોય ત્યારે તેમના પતિ ઘરે બાળકીની સંભાળ રાખે છે જ્યારે પતિ ફરજ પર હોય ત્યારે અલકા દેસાઇ બાળકીને સાચવે છે. જો કે કોરોનાને કારણે પોલીસના કામના કલાકો વધી જવાને કારણે હાલ અલકા દેસાઇ પોતાનાં બાળકને સાથે રાખીને જ પોતાની ફરજ બજાવી રહ્યા છે. અલકા દેસાઇને જ્યારે આ અંગે પુછાયું તો તેમણે કહ્યું કે, દિકરી મહત્વની છે જ પણ ફરજ પણ એટલી જ મહત્વની છે. થોડી તકલીફ પડે છે પરંતુ પરિવાર અને સાથી સ્ટાફની મદદથી બધુ એડજસ્ટ થઇ જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube