Gujarat Election 2022: `દાદા`-શાહના રોડ શો બાદ ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું, હાઈ-વે પર કર્યું કાર્યાલયનું ઉદ્ઘાટન
Gujarat Election 2022L: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17મી નવેમ્બર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરવા રવાના થયા છે.
Gujarat Election 2022: આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમની સાથે જોડાયા છે. ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહે શક્તિપ્રદર્શન કર્યું હતું. બન્ને નેતાઓએ એક જનસભાને સંબોધ્યા બાદ પ્રભાતચોકથી લઈને સોલા સુધી એક ભવ્ય રોડ શો કર્યો. એટલું જ નહીં, એસજી હાઈ-વે પર સોલા વિસ્તારમાં ઘાટલોડિયા વિધાનસભાનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યું.
આજે ઘાટલોડિયા બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભૂપેન્દ્ર પટેલે ફોર્મ ભર્યા પહેલા સોલા ખાતે મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મૂક્યું હતું. મુખ્યમંત્રીએ ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના લોકો સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube