ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણી પછીનું પ્રથમ બજેટ ફુલગુલાબી નહીં હોય, આગામી બજેટમાં નાગરિકોને મોટી રાહત નહીં મળે. સરકાર 20મી ફેબ્રુઆરીની આસપાસ બજેટ જાહેર કરે તેવી શક્યતાઓ વચ્ચે આ વર્ષે બજેટમાં મોટી રાહતો મળવાની સંભાવનાઓ ઘણી જ ઓછી છે. ભાજપને ગુજરાતમાં  મતદારોએ ઉદારતાથી 156 બેઠકો આપી પણ હવે ભાજપ સરકાર બજેટમાં કરકસર કરે તેવી સંભાવના ઘણી જ ઓછી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર મોટા ભાગની રાહતો હવે બજેટમાં પાછી ખેંચે તેવી પૂરી સંભાવના છે. સરકાર ઘણા વિભાગોની બાબતો પર ફાળવણીમાં કાપકૂપ કરે તેવી શક્યતાઓ છે. વિભાગો સાથેની બેઠકો બાદ હવે CM સમક્ષ પ્રેઝન્ટેશન થવાની સંભાવના છે. સરકારે સૌથી મોટો નિર્ણય એ લઈ શકે છે કે આઉટસોર્સિંગ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે અને રેગ્યુલર ભરતીઓ વધારાશે.


ગુજરાતમાં ફરી ઠંડી ભૂક્કા કાઢશે! ઉત્તરાયણમાં પવન મઝા બગાડશે કે ડબલ કરશે?


આ વખતે સરકારે મંજૂર થયેલા મહેકમમાં ખાલી જગ્યાઓ રેગ્યુલર ભરતીથી ભરવાનો નિર્ણય કર્યો છે જેને કારણે બજેટમાં મોટી સંખ્યામાં ભરતીઓ જાહેર થશે. પટાવાળા અને ડ્રાઇવર જેવા વર્ગ-4ના કર્મચારીઓ માટે આઉટસોર્સિંગ ચાલુ રખાશે જોકે, તેમાં હાલના મહેકમમાં 50 ટકા જેટલો કાપ આવે તેવી શક્યતા છે. આમ બેરોજગારો માટે આ સૌથી મોટા સમાચાર છે . જે નોકરીના નવા દરવાજા ખોલી કાઢશે. ભૂપેન્દ્ર પટેલ સરકાર ભારે બહુમતિથી વિજેતા બન્યા બાદ હવે રાહતોવાળું બજેટ રજૂ કરવાના બિલકુલ મૂડમાં નથી. 


આ ભેંસના નામે છે સૌથી વધુ દૂધ આપવાનો રેકોર્ડ, સરકારમાંથી પણ મળી ચૂક્યા છે એવોર્ડ


નાણાં વિભાગ દ્વારા બજેટની તૈયારીના ભાગરૂપે તમામ વિભાગો સાથેની બેઠકો પૂર્ણ થઇ ગઇ છે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પ્રેઝન્ટેશન કર્યા બાદ બજેટને આખરી ઓપ આપવામાં આવશે. આ બેઠકો દરમિયાન સરકારમાંથી જુદી જુદી યોજનાઓની પણ ચર્ચાઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલી અને ગુજરાત સરકારનો ફાળો આપતી યોજનામાં પણ ફેરફાર થઈ શકે છે. લોકલ સરકારનો હિસ્સો વધતાં આ યોજનાઓ પણ સરકાર સમીક્ષા કરી રહી છે.  આ વખતનું બજેટ નો ચેરિટી કોન્સેપ્ટ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. 


આ જાદુ નહીં, વિજ્ઞાન છે! ગુજરાતના બાળ વૈજ્ઞાનિકોએ હાથ ધર્યો એવો પ્રોજેક્ટ કે....


ગુજરાતમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારે ખર્ચ ઘટાડવાનો નિર્ણય લીધો છે. મોટા પ્રમાણમાં ફંડ વપરાઈ રહ્યું છે એ યોજનાઓ સરકાર બંધ કરી શકે છે. સરકારનું પ્રથમ બજેટ ફેબ્રુઆરીમાં રજૂ થનાર છે ત્યારે આ વખતના બજેટમાં ને ઘટાડવા માટે કરસરના પગલાં પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ વખતે બજેટમાં નો બજેટ ફુલગુલાબી નહીં હોય. જેમાં મોટા પ્રમાણમાં ફંડ વપરાઇ રહ્યું છે. સામાજિક યોજનામાં સહાય અને સબસિડી પર કાપ મૂકવામાં નહીં આવે પરતું સરકાર પર બિનજરૂરી ભારણ વધારે તેવી યોજનાઓ બંધ કરાશે.  


પાછી ઠેલાશે ધો.9થી 12ની પરીક્ષા, ગુજરાત શિક્ષણ બોર્ડને કેમ લેવો પડ્યો મોટો નિર્ણય?


કેન્દ્ર પાસેથી ગુજરાતને GSTના વળતર પેટે 11 હજાર કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે. જોકે રાજ્ય સરકારને ચાલ વર્ષમાં એસજીએસટી ઉપરાંત સ્ટેપ- ડ્યુટીની આવકમાં 12 હજાર કરોડની આવક ઉભી કરે તેવી સંભાવના છે. ગઈ વખતે કોરોનાને પગલે સરકારને માત્ર 8 હજાર કરોડની આવક થઈ હતી. જે આવકના હિસ્સામાં મોટો વધારો થાય તેવી પૂરી સંભાવના છે.