Gujarat Election Result 2022 બ્રિજેશ દોશી/ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળ સહિત ઔપચારિક રાજીનામું આપ્યું. 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ ફરી મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. 12 ડિસેમ્બરે નવી સરકારનો શપથ સમારોહ યોજાશે. રાજ્યના 18 માં મુખ્યમંત્રી શપથ લેશે. પીએમ મોદીની હાજરીમાં શપથ સમારોહ થશે. ત્યારે નવી સરકારની શપથ વિધિ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગાંધીનગર સચિવાલય હેલીપેડ ખાતે યોજાનારા શપથવિધિ સમારોહ માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ શપથવિધિ માટે તૈયાર થઈ રહ્યું છે. આ માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ માટેની ગતિવિધિ શરૂ થઈ છે. 12 મી ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે નવી સરકારની શપથવિધિ થશે. નવી સરકારની શપથ વિધિમાં સમારોહમાં PM મોદી  હાજર રહેશે. તો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. 


કોને કોને આમંત્રણ અપાયું 
શપથ વિધિ સમારોહમાં કેન્દ્રિયમંત્રીઓને પ્રદેશ ભાજપે આમંત્રણ આપ્યું છે. જેમાં પુરસોત્તમ રૂપાલા, સ્મૃતિ ઇરાની, નીતિન ગડકરી, મનસુખ માંડવીયા સહિતના કેન્દ્રિય મંત્રીઓને આમંત્રણ મોકલાયું છે. તો ભાજપ શાસિત મુખ્યમંત્રીઓને પણ શપથવિધિ સમારોહમાં આમંત્રણ મોકલાયા છે. જેમાં ઉત્તરપ્રદેશ યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેને આમંત્રણ અપાયુ. તો ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને તેમજ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને નિમંત્રણ મોકલાયું.



મંત્રીમંડળની રચના માટે પ્લાનિંગ
ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હવે મંત્રીમંડળની રચના અંગે ભાજપમાં ગતિવધિઓ તેજ થઈ છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આ માટે મણિનગર ભવન ખાતે બેઠક કરશે. સંઘના વરિષ્ઠ હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક યોજાઈ શકે છે. મંત્રી મંડળની રચના અને મંત્રીઓના સમાવેશ મામલે સંઘના દિશા નિર્દેશો મળી શકે છે. ત્યારે કોઈપણ સમયે ભાજપ પ્રમુખ હેડગેવાર ભવન પહોંચશે. તો સાથે જ આ માટે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પણ બેઠક યોજાઈ. જેમાં મુખ્યમંત્રી, સીઆર પાટીલ, મહામંત્રી હાજર રહ્યા હતા. જેમાં નવા મંત્રીમંડળના નામો અંગે ચર્ચા થઈ. તો નવા અને જૂના ચહેરાઓમાંથી પસંદગીની ચર્ચા થઈ. 


ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટના સંભવિત મંત્રીઓના નામ પર નજર કરીએ તો...
અબડાસા બેઠકના વિજેતા પ્રદ્યુમનસિંહ જાડેજા
રાપર બેઠકના વિજેતા વિરેન્દ્રસિંહ જાડેજા
વિસનગર બેઠકના વિજેતા ઋષિકેશ પટેલ
ઉંઝા બેઠકના વિજેતા કિરીટભાઈ પટેલ
ઈડર બેઠકના વિજેતા રમણલાલ વોરા
ગાંધીનગર દક્ષિણ બેઠકના વિજેતા અલ્પેશ ઠાકોર
વિરમગામ બેઠકના વિજેતા હાર્દિક પટેલ
વેજલપુર બેઠકના વિજેતા અમિત ઠાકર
એલિસબ્રિજ બેઠકના વિજેતા અમિત શાહ
મણિનગર બેઠકના વિજેતા અમૂલ ભટ્ટ
અમરાઈવાડી બેઠકના વિજેતા હસમુખ પટેલ
જસદણ બેઠકના વિજેતા કુંવરજી બાવળિયા
રાજકોટ પશ્વિમ બેઠકના વિજેતા દર્શિતા શાહ
જામનગર ગ્રામ્ય બેઠકના વિજેતા રાઘવજી પટેલ
ખંભાળીયા બેઠકના વિજેતા મૂળુભાઈ બેરા
કેશોદ બેઠકના વિજેતા દેવા માલમ
જૂનાગઢ બેઠકના વિજેતા સંજય કોરડિયા
ધારી બેઠકના વિજેતા જેવી કાકડિયા
રાજુલા બેઠકના વિજેતા હીરા સોલંકી
ભાવનગર પશ્વિમ બેઠકના વિજેતા જીતુ વાઘાણી
નડિયાદ બેઠકના વિજેતા પંકજ દેસાઈ
મહેમદાવાદ બેઠકના વિજેતા અર્જુનસિંહ ચૌહાણ
મોરવા હડફ બેઠકના વિજેતા નિમિષા સુથાર
ગોધરા બેઠકના વિજેતા સી.કે.રાઉલજી
વડોદરા શહેર બેઠકના વિજેતા મનીષા વકીલ
કરજણ બેઠકના વિજેતા અક્ષય પટેલ
નાંદોદ બેઠકના વિજેતા દર્શના વસાવા
જંબુસર બેઠકના વિજેતા ડી.કે. સ્વામી
ઓલપાડ બેઠકના વિજેતા મુકેશ પટેલ
માંગરોળ બેઠકના વિજેતા ગણપત વસાવા
લિંબાયત બેઠકના વિજેતા સંગીતા પાટીલ
કતારગામ બેઠકના વિજેતા વિનુ મોરડિયા
મજૂરા બેઠકના વિજેતા હર્ષ સંઘવી
ડાંગ બેઠકના વિજેતા વિજય પટેલ
કપરાડા બેઠકના વિજેતા જીતુ ચૌધરી
પારડી બેઠકના વિજેતા કનુ દેસાઈ
ગણદેવી બેઠકના વિજેતા નરેશ પટેલ