2023માં પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હશે, જિતુ વાઘાણીએ કરી ભવિષ્યવાણી
રાજ્યમાં ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. કેબિનેટ મંત્રી જિતુ વાઘાણીએ મુખ્યમંત્રીને લઈને આપેલા નિવેદન બાદ કોંગ્રેસે ભાજપ પર પલટવાર કર્યો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને ચૂંટણીની તૈયારી કરી રહ્યાં છે. ત્યારે એક કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યુ કે, 2023માં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હશે. વાઘાણીએ કહ્યુ કે, જાન્યુઆરીના એલડી એન્જિનિયરિંગના કાર્યક્રમમાં પાછા મળીશું.
જિતુ વાઘાણીએ કરી ભવિષ્યવાણી
રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે જિતુ વાઘાણીએ મુખ્યમંત્રીને લઈને ભવિષ્યવાણી કરી દીધી છે. તેમણે કહ્યું કે, 2023માં પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હશે. એક કાર્યક્રમમાં વાઘાણીએ આ વાત કહી છે.
આ પણ વાંચો- અમદાવાદમાં રહેતી યુવતી અમેરિકામાં જજ બની! રામચરિત માનસ પર હાથ રાખી લીધાં શપથ
જિતુ વાઘાણીના નિવેદન બાદ ભાજપ પર કોંગ્રેસ આક્રમક થઈ ગઈ છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યુ કે, આ ભાજપનો ઘમંડ બોલી રહ્યો છે. મુખ્યમંત્રી નક્કી કરવાનું કામ ગુજરાતની જનતા કરે છે. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રઘુ શર્માએ કહ્યુ કે ભાજપે મુખ્યમંત્રી અંગે વાત કરીને ગુજરાતનું અપમાન કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube