ઘાટલોડિયામાં `દાદા`નું શક્તિપ્રદર્શન, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું, `...એટલે લાગી રહ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું`
Gujarat Election 2022: આજે સવારે પ્રભાત ચોક પહોંચતાની સાથે જ મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકરો અને પોતાના સમર્થકો સાથે વાતચીત કરી હતી.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પ્રભાતચોક પહોંચી ગયાં છે.
Gujarat Election 2022 Live: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થઈ ગયાં છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન અમિત શાહ રેલી યોજી રહ્યા છે. ત્યારબાદ એસજી હાઈવે સોલા ભાગવત પાસે ઘાટલોડિયા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે.
મુખ્યમંત્રીએ ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના પૂજન-અર્ચન કરીને તથા સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા. એટલું જ નહીં, આજે સવારે પ્રભાત ચોક પહોંચતાની સાથે જ મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકરો અને પોતાના સમર્થકો સાથે વાતચીત કરી હતી.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પ્રભાતચોક પહોંચી ગયાં છે. મુખ્યમંત્રીએ અમિત શાહનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.
ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ઘાટલોડિયાના દરેક નાગરીકો મારા પરિવારજનો છે. દરેકનો સહકાર મળ્યો છે એટલે જ લાગી રહ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે. અહીં સંતો પણ હાજર છે. તેઓ આશિર્વાદ આપે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube