ગાંધીનગર : મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલે પ્રથમ વાર સંબોધન કર્યું હતું. પટેલે જણાવ્યું કે, PM મોદી, અમિત શાહ, સી.આર પાટીલ સહિતનાં તમામ શિર્ષસ્થ નેતાઓનો ખુબ ખુબ આભારી છું. અહીં બેઠેલા તમામ વડીલોનો આભારી છું. મારા પર જે કાર્યભાર મુક્યો છે તે સૌને સાથે રાખીને નિભાવીશું તેવો મારો પ્રયાસ રહેશે. સૌ વડીલો અને સામે બેઠેલા મારા મિત્રો પણ આ આ કામગીરી નિભાવવામાં મારો સાથ આપશો તેવી આશા સાથે જય હિંદ જય ભારત. તેઓએ પોતાનું વક્તવ્ય ખુબ જ ટુંકુ આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂપેન્દ્ર પટેલે CM બન્યા બાદ સૌથી પહેલા અને EXCLUSIVE વાતચીત ZEE 24 KALAK સાથે કરી હતી. તેમણે જણાવ્યું કે, પક્ષનો સૌથી નાનામાં નાનો કાર્યકર્તા રહીને સૌને સાથે રાખીને કામગીરી કરીશ. ગુજરાત વિકાસની વધારે હરણફાળ સાથે આગળ વધે તેવો પ્રયાસ કરીશ. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ ગુજરાતના 17માં મુખ્યમંત્રી બન્યા બાદ તેઓએ સૌથી પહેલા ZEE 24 KALAK સાથે વાતચીત કરી હતી.


ભુપેન્દ્ર પટેલ સંબોધન પહેલા પૂર્વ CM વિજય રૂપાણીએ પણ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, તેઓ ખુબ જ સરળ સ્વભાવના વ્યક્તિ છે. ધારાસભ્ય તરીકે પણ તેઓ યશસ્વી કારકિર્દી કરી ચુક્યા છે. વારસામાં તેઓને ઘાટલોડિયા સીટ મળી હતી. 182 બેઠકો પૈકી તેઓ સૌથી મોટી લીડથી જીત પ્રાપ્ત કરી હતી. તેઓ ખુબ જ શાંત અને સૌમ્ય સ્વભાવના નેતા ગણાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube