Gujarat Election 2022: ભૂપેન્દ્ર સરકારના આ 5 મંત્રીઓ હવે ઘરભેગા! જૂના જોગીઓને પડતા મૂકી ભાજપે નવા ચહેરાઓને આપી તક
Gujarat Election 2022: ભૂપેન્દ્ર પટેલ સરકારના 5 મંત્રીઓની ટિકિટ કપાઈ છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદીપ પરમાર, બ્રિજેશ મેરજા, અરવિંદ રૈયાણી અને આર.સી.મકવાણાની ટિકિટ કપાઈ છે.
Gujarat Election 2022: ભાજપે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. પરંતુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઘણા સિનિયર નેતાઓને કાપવામાં આવ્યા છે. ભાજપે પોતાની પ્રથમ યાદીમાં 69 ધારાસભ્યોને રિપીટ કર્યા છે. 38 MLAના પત્તા કપાયા તો 14 મહિલાઓને ભાજપે ચૂંટણી જંગમાં ઉતારી છે. વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે. ભાજપે મધુ શ્રીવાસ્તવની જગ્યાએ અશ્વિની પટેલને મેદાને ઉતાર્યા છે. મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાની ટિકિટ કપાઈ છે. ભાજપે કાંતિ અમૃતિયાને ટિકિટ આપી છે. મોરબી પુલ દુર્ઘટના બ્રિજેશ મેરજાને નડી તો કાંતિ અમૃતિયાને ફળી છે.
ભાજપે રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. જામનગર ઉત્તર બેઠક પરથી દિગ્ગજ હકુભા જાડેજાની ટિકિટ કાપીને રિવાબાને તક અપાઈ છે. અમદાવાદની બેઠકો પરથી ભાજપે દિગ્ગજ નેતાઓના નામ કાપ્યા છે. જેમાં એલિસબ્રીજમાં રાકેશ શાહ, વેજલપુરમાં કિશોર ચૌહાણ, નરોડામાં બલરામ થવાણી સહિત 9 જુના જોગીના નામ કપાયા છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારના 5 મંત્રીઓની ટિકિટ કપાઈ છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદીપ પરમાર, બ્રિજેશ મેરજા, અરવિંદ રૈયાણી અને આર.સી.મકવાણાની ટિકિટ કપાઈ છે. જ્યારે વિરમગામથી હાર્દિક પટેલને ટિકિટ આપી છે.
આ નેતાઓ કપાયા
- બ્રિજેશ મેરજા
- આર સી ફળદુ
- વાસણ આહિર
- વિજય રૂપાણી
- નીતિન પટેલ
- ભુપેન્દ્રસિંહ ચુડાસમા
- મધુશ્રી વાસ્તવ
- હિતુ કનોડિયા
- વલ્લભ કાકડિયા
- લાખાભાઈ સાગઠીયા
- હકુભા જાડેજા
- ગોવિંદ પટેલ
- અરવિંદ પટેલ
- સુરેશ પટેલ
- કિશોર ચૌહાણ
- અરવિંદ રૈયાણી
- જગદીશ પટેલ
- રાકેશ શાહ
- ઇડર બેઠક પરથી હિતુ કનોડિયાની ટિકિટ કાપવામાં આવી છે
- ડીસા બેઠક પરથી શશિકાંતની ટિકિટ કાપવામાં આવી છે
- રાવપુરા બેઠક પરથી રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાઇ છે.
- વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપવામાં આવી છે.
- રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણીની ટિકિટ કપાઇ છે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube