વાયુનું સંકટ ટળતા ભાજપના નેતાઓ સોમનાથ દાદાની શરણે પહોંચ્યા
સંકટ ટળે તે માટે દેશભરમાંથી પ્રાર્થના કરવામાં આવી હતી. તો ભાજપના નેતાઓ સંકટ ટળતા સોમનાથ દાદાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે સોમનાથમાં માથુ ટેકવ્યું હતું.
અમદાવાદ :વાયુનું મોટું સંકટ ગુજરાતના માથા પરથી ટળ્યું છે. આવતીકાલે સવારે 9 વાગ્યે સૂધી આ વાવાઝોડું દ્વારકાથી દૂર ઓમાન તરફ ફંટાઈ જશે. જેને પરિણામે ગુજરાતના કાંઠા વિસ્તારમાં બહુ ગંભીર અસર નહિ પડે. બુધવારે સવારે જ આ સમાચાર મળતા લોકો તથા સાથે જ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. લગભગ બે દિવસથી બચાવ કામગીરી અને આગમચેતીના પગલા લેવામાં આવી રહ્યા હતા. મોટાપાયે 3 લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. એનડીઆરએફ અને આર્મીની ટીમ ખડેપગે રહીને કામગીરી કરી રહી હતી. આ સંકટ ટળે તે માટે દેશભરમાંથી પ્રાર્થના કરવામાં આવી હતી. તો ભાજપના નેતાઓ સંકટ ટળતા સોમનાથ દાદાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે સોમનાથમાં માથુ ટેકવ્યું હતું.
વાવાઝોડું ભલે ઓમાન તરફ ફંટાયું, પણ 15 જૂન સુધી ખતરો ગુજરાતના માથે મંડરાયેલો રહેશે
રાજ્ય સરકાર દ્વારા તેમના મંત્રીઓ, નેતાઓને વિવિધ વિસ્તારો ફાળવ્યા હતા, જેમાં તેઓએ બચાવ કામગીરી સંભાળવાની હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને વેરાવળ જિલ્લો ફાળવાયો છે. ત્યારે સંકટ ટળતા આજે સવારે તેઓ સોમનાથ મંદિરે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કુદરતને આપણે ન રોકી શકીએ કુદરત જ પોતે રોકી શકે છે, કુદરતને રોકનાર આપણે કોણ?
સૌથી મોટા સમાચાર, ‘વાયુ’એ દિશા બદલી, હવે નહિ ટકરાય ગુજરાતમાં
જીતુ વાઘાણી પણ બાદમાં સોમનાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યુ હતું કે, સરકારે વાવાઝોડાને પહોંચી વળવા માટે શક્યત તમામ પ્રકારના આયોજન કર્યા હતા. હજી પણ ગુજરાતને ઓછામાં ઓછુ નુકશાન થાય તે હેતુથી મેં મહાદેવને પ્રાર્થના કરી છે.
રોજીરોટી માટે મરણિયો પ્રયાસ : તોફાનમાં ડૂબતી બોટ બચાવવા દરિયામાં કૂદ્યા માછીમારો
ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાને કારણે સોમનાથ મંદિર પાસે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. વાયુ વાવાઝોડાની અસરના કારણે સોમનાથનો દરિયા ગાંડોતૂર બન્યો છે. દરિયાના મોઝા ઉંચા ઉછળતા જોવા મળી રહ્યાં છે. તો ભારે પવન ફુંકાવાના કારણે સોમનાથ મંદિરના પ્રવેશ દ્વારના પતરા ઉડી ગયા છે. તો બીજી તરફ, મંદિર ખુલ્લુ હોવાથી અનેક લોકો દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા, અને સંકટ ટળે તેમજ નુકશાન ન થાય તેવી પ્રાર્થના કરી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :