હિતલ પારેખ/ ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહ (Gujarat Legislative Assembly) ખાતે ચાલી રહેલા અંદાજપત્ર સત્ર (Budget 2021) દરમિયાન શિક્ષણ મંત્રી (Education Minister) ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ (Bhupendrasinh Chudasama) શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજ્યની યુનિવર્સિટીઓ (University) અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરકારી અનુદાનિત કોલેજોના પ્રાધ્યાપકોને (College Professors) કેન્દ્રીય સાતમા પગાર પંચનું એરિયસ (Central Seventh Pay Commission Arias) ચૂકવાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રી ચુડાસમાએ કહ્યું હતું કે, રાજ્યની યુનિવર્સિટીઓ (University) અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિન સરકારી અનુદાનિત કોલેજોના પ્રાધ્યાપકોને (College Professors) યુજીસીની ભલામણ મુજબ કેન્દ્રીય સાતમાં પગાર પંચના (Seventh Pay Commission) પગાર સુધારણાનો લાભ આપવામાં આવશે. કોરોનાની મહામારીને કારણે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થયો છે. તેમ છતાં શૈક્ષણિક હિતોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે આ લાભ શિક્ષણ વિભાગના તા. 1/ 2/ 2019 ના ઠરાવ મુજબ તા. 1/ 1/ 2016 થી આપવામાં આવશે. મળવાપાત્ર કુલ એરિયર્સની (Arias) 50 ટકા રકમ પ્રથમ હપ્તા પેટે ચૂકવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube