તાપી : જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એક લંપટ ભુવા દ્વારા એક યુવતી સાથે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદી યુવતીની ફરિયાદ આધારે લંપટ ભુવાની અટક કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આદિવાસી ભોળી પ્રજાને યેનકેન પ્રકારે છેતરીને ભગત ભુવા દ્વારા અંધશ્રદ્ધાના માર્ગે ધકેલવામાં આવે છે. કેટલીકવાર લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ ઠગ ભગતો પોતાની વાસના સંતોષતા હોય છે,આવો જ એક ચોંકાવનારો કિસ્સો ડોલવણ પોલીસ મથક વિસ્તારમાં બન્યો છે. જેમાં એક યુવતીની મજબૂરીનો ફાયદો ઉઠવતો લંપટ ભુવો વજેસિંગ ચૌધરી ફરિયાદ બાદ પોલીસની ઝપટે ચડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 24 કેસ, 30 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


વિધિ કરવાના બહાને યુવતીને એકાંત જગ્યા પર એકલી બોલાવીને લંપટ ભુવાએ પોતાની કામેચ્છા સંતોષવા માટે યુવતી સાથે અડપલાં કર્યા હતા. જેની જાણ યુવતીએ પરિવારના સભ્યોને કરતા પરિવારે યુવતીને હિંમત આપી ડોલવન પોલીસ મથકે ફરિયાદ કરવા કહ્યું હતું. અને ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં લંપટ ભુવાને ઝડપી જેલ હવાલે કર્યો છે.


યુવતીએ કહ્યું, તુ તો જંગલી છે આજે મારા ઘરે કોઇ નથી તારૂ જંગલી પણું દેખાડી દે


તાપી જિલ્લાની ભોડીભાળી આદિવાસી પ્રજાને છેતરતો ડોલવન નો એક હવસખોર ભુવો હાલતો પોલીસ જાપ્તામાં આવી ગયો છે. પરંતુ આવા લેભાગુ લંપટ ભગત ભુવાઓથી લોકોએ ચેતવાની તાતી જરૂર છે, અને આવા ભુવાઓનો શિકાર થયેલ પીડિતોએ સામે આવવાની પણ જરૂર છે. જેથી આવા ઠગ ભગતોથી અન્યોને બચાવી શકાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube