ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં જુગાર કેસમાં ઝડપેલાં આરોપીનું મોત થયું છે. મૃતક જેન્તી અગેચણીયા બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પોલીસ કસ્ટડીમાં મોત થતા પરિવારજનોએ તટસ્થ તપાસની માંગ સાથે મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે 2:15 વાગ્યે આરોપી બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલના તબીબોએ આરોપી જેન્તી અગેચણીયાને મૃત જાહેર કર્યો હતો. મૃતક જેન્તીના ભાઈ વિનુભાઈ અગેચણીયાએ જણાવ્યું હતું કે, અમે મનહરપુર 1માં રહીએ છીએ. ગઈકાલે રાત્રે 10 વાગ્યે કુવાડવા પોલીસના સ્ટાફે આવીને મારા ભાઈ જેન્તીને ઘરે થી લઈ ગયા હતા. વહેલી સવારે 4 વાગ્યે પોલીસનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા ભાઈ જેન્તીની તબિયત ખરાબ છે સિવિલ હોસ્પિટલ આવો. જેથી અમે સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે મૃતદેહ હતો. શરીર પર ઇજા હોવાનું જોવા મળ્યું છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં શું કારણ સામે આવે છે તેની રાહ જોઈએ છીએ. જ્યાં સુધી તટસ્થ તપાસ કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહિ. 


આ પણ ખાસ વાંચોઃ લસણના આ ઉપાયથી તમે બની શકો છો કરોડપતિ, ઉપાય અપનાવીને જુઓ FD પર આ બેંકો આપી રહી છે સૌથી વધુ વ્યાજ, 'અદાણી-અંબાણી' અહીંથી જ કમાય છે રૂપિયા! ચૂલાની રાખમાં એવું શું હોય છેકે, લોકો ઉંચી કિંમતે ઓનલાઈન મંગાવી રહ્યાં છે આ ભુકો?


રાજકોટ ઇસ્ટ ઝોનના ACP મનોજ શર્માએ જણાવ્યું હતું કે, ગઈકાલે પોલીસે જુગારની રેઇડ કરી હતી.જેમાં 4 આરોપીની અટકાયત કરવામાં આવી હતી. રાત્રે ઇન્વેસ્ટિગેશન રૂમમાં આરોપી જેન્તી 2:15 વાગ્યે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જેથી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. પરિવારજનોની માંગ છે તે મુજબ મેજીસ્ટ્રેટ સમક્ષ તેનું ઇન્કવેશ ભરવામાં આવશે. જોકે મોત પાછળ શું કારણ છે તે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પછી જ સામે આવશે.


આ પણ ખાસ વાંચોઃ રૂપિયા બનાવવા હોય તો જાણીલો આ સ્કીમ, પ્રધાનમંત્રીએ પોતે આ યોજનામાં કર્યું છે રોકાણ! એક લાખના રોકાણ પર દર મહિને આવશે 10 લાખ રૂપિયા, નોકરી છોડો અને આ ધંધો કરો! સરકારની જાહેરાત બાદ સીનિયર સીટીજનોની બલ્લેબલ્લે, દર મહિને મળશે 20 હજાર રૂપિયા!