ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે, એવો એક પણ દિવસ હોતો નથી કે ડ્રગ્સ ના ઝડપાયું હોય. ત્યારે આ ઘટનામાં વધારો કરતા અમદાવાદમાં વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું હતું. નારણપુરા વિસ્તારમાંથી મેફેડ્રોનનો જથ્થો ઝડપાયો છે. સમગ્ર ઘટનામાં 7 આરોપી સામે પોલીસે ફરિયાદ નોંધાઇ હતી. SOG પોલીસને નારણપુરા વિસ્તારમાં 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હોવાની માહિતી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે કેનેડા ફરવા પણ નહીં જઈ શકાય? જાણો કેનેડાએ કેમ ટૂરિસ્ટ વિઝા પર લગાવ્યો પ્રતિબંધ


અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ડ્રગ્સે પગ પેસારો કરી લીધો હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે આજે સવારે નારણપુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. નારણપુરા જૈન દેરાસર નજીક એલીફંટા સોસાયટીના 14માં માળેથી એસઓજીએ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ જગ્યા પરથી પોલીસને આશરે 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સ એટલે કે 25.68 લાખનું ડ્રગ્સ ઝડપાયું છે. સમગ્ર ઘટનાને લઇ તંત્ર પર સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. SOG પોલીસે કુલ 7 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પાંચ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.


સુરતના હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર! સરકાર બનાવી રહી છે નવી ગાઈડલાઈન


મળતી માહિતી અનુસાર નારણપુરા જૈન દેરાસર પાસે આવેલ એલીફંટા સોસાયટીમાં જીગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડીને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં એસઓજી દ્વારા 7 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે સાત માંથી પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.


ધ્રુજારી ઉપાડે એવી આગાહી! કાતિલ ઠંડી વચ્ચે માવઠું ભૂક્કા બોલાવશે! આ તારીખો નોંધી લો.