નકલી PSI મયુર તડવી કેસમાં મોટા સમાચાર: જાણો સસ્પેન્ડ થયેલા 2 PI અને 4 ADIના નામ EXCLUSIVE
ગૃહ વિભાગે જે 2 પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા છે તેમાંથી એક છે પીઆઈ એમ. જે. ગોહિલ, અને બીજા પોલીસ ઈન્સ્પેક્ટર છે ડી. એન. અંગારી. જી હા... આ બંને પીઆઈને સરકારે ઘરે બેસાડી દીધા છે. તો જે ચાર આસિસ્ટન્ટ ડ્રીલ ઈન્સ્ટ્રક્ટરને સરકારે સસ્પેન્ડ કર્યા છે.
Fake PSI Case: PSIની સરકારી ભરતીમાં નકલી PSI કેવી રીતે નોકરીએ લાગી ગયો તે કેસની ઊંડાણપૂર્વક સરકાર તપાસ કરી રહી છે અને આ કેસમાં જે 2 પીઆઈ અને 4 ADIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમનાં નામ ઝી 24 કલાકને હાથ લાગ્યાં છે. જી હા...નકલી PSI મયૂર તડવીના કેસમાં ગુજરાતના ગૃહ વિભાગે જે 2 પીઆઈ અને 4 એડીઆઈને સસ્પેન્ડ કર્યા છે તે તમામ પોલીસ કર્મચારી અને અધિકારીઓનાં નામ ઝી 24 કલાકને હાથ લાગ્યાં છે.
ગૃહ વિભાગે જે 2 પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા છે તેમાંથી એક છે પીઆઈ એમ. જે. ગોહિલ, અને બીજા પોલીસ ઈન્સ્પેક્ટર છે ડી. એન. અંગારી. જી હા... આ બંને પીઆઈને સરકારે ઘરે બેસાડી દીધા છે. તો જે ચાર આસિસ્ટન્ટ ડ્રીલ ઈન્સ્ટ્રક્ટરને સરકારે સસ્પેન્ડ કર્યા છે.
તેમાંથી એક નામ છે ADI હિતેશ ડાંગર. બીજું નામ છે ADI પરાગ ભટ્ટ. ત્રીજું નામ છે ADI નાથાભાઈ ચૌધરી અને ચોથું નામ છે હિતેન પટેલ. તો બે પીઆઈ અને 4 એડીઆઈને ગૃહ વિભાગે સસ્પેન્ડ કર્યા પછી દિવસભર આ 6 નામ જાણવા માટે તમામ લોકો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ કોઈને નામ હાથ લાગ્યાં નહોતાં. ZEE 24 કલાક તમામ 6 નામ એક્લક્લુઝીવ બતાવી રહ્યું છે.
નોંધનીય છે કે, કરાઈમાં નકલી પીએસાઈએ મામલે હવે મોટા એક્શન લેવાયા છે. જવાબદાર પોલીસ કર્મચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 4 એડીઆઇ અને 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઓર્ડર રાતોરાત છૂટ્યો છે. પીએસઆઇ ભરતીનું વેરિફિકેશન કરનાર એસઆરપીના ચાર પોલીસમેન સસ્પેન્ડ કરાયા છે. નકલી પીએસઆઇ મામલાની તપાસ કરાઇ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલને સોંપાઈ છે.
ગુજરાતના આ અતિ ચર્ચાસ્પદ કેસમાં કરાઈ પોલીસ એકેડમીમાં નકલી પીએસઆઈ બનીને મયુર તડવી નામનો યુવક તાલીમ લેવા પહોંચ્યો હતો. ત્યારે ભાંડો ફૂટતા છેક ગૃહ મંત્રાલય સુધી વાત પહોંચી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કેસથી ફરી એકવાર ગુજરાત પોલીસની છબી ખરડાઈ છે. કરાઈ પોલીસ એકેડમીમાં પીએસઆઈ જેવી ઉપલી કેડરમાં પણ ભરતી કૌભાંડ ચાલી રહ્યું છે.
મયુરે કઈ રીતે કૌભાંડ આચર્યુ?
ST ઉમેદવારની યાદીમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું. ત્યારે મયુરે વિશાલનું નામ એડિટ કરી પોતાનું નામ મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. મુખ્ય ગેટ પરથી ગૃહ વિભાગમાંથી આવેલી યાદી વેરિફાઈ કરાઈ નહીં. માત્ર કોલ લેટર જોઈને ઉમેદવારોને અંદર જવા દેવામાં આવ્યા હતા. ફેક કોલ લેટર લઈને મયુર તડવી ટ્રેનિંગ માટે અંદર ઘૂસી ગયો હતો.
ભરૂચના વિશાલ રાઠવાના નામ પર મયુરે પોતાનું નામ ચડાવી અને કરાઈ ખાતે ટ્રેનિંગ શરૂ કરી હતી. ગતરોજ સાંજે મયુર તડવી વેરિફિકેશન દરમિયાન ઝડપાઈ જતા ડીઆઈજી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે, મયુર તડવી ગેટ ઉપરથી ગૃહ વિભાગમાંથી આવેલું લિસ્ટ વેરીફાઈ કર્યા વગર ફક્ત કોલ લેટર જોઈને ઉમેદવારોને અંદર જવા દેવાયા હોઈ ઘૂસી ગયો હતો. જેના કારણે ફેક કોલ લેટર લઈ મયુર ચાવડા પણ ટ્રેનિંગ લેવા અંદર ઘૂસી ગયો હતો. એસટી ઉમેદવારોના લિસ્ટમાં વિશાલ ચાવડાનું ત્રીજા ક્રમ પર નામ હોય જે નામ પણ એડિટ કરી મયુરે પોતાનું નામ મયુર કુમાર લાલજીભાઈ તડવી લખી દીધેલ હોવાનું સામે આવ્યું.
વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચના એસપી ઓફિસ ખાતે પોલીસ હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુરે કાંડ કરતા સમગ્ર પરિવાર ચિંતામાં મૂકાયો છે. રાત દિવસ મહેનત કરી અને બિન હથિયારધારી પીએસઆઇની પરીક્ષામાં એસટી ઉમેદવાર તરીકેની પસંદગી પામેલ વિશાલ રાઠવાના માતાએ પણ તેને ભણાવવામાં અથાગ મહેનત કરી હોવાનું જણાવ્યુ હતું. જોકે, કરાઈ ખાતે ટ્રેનિંગમાં વિશાલ રાઠવા પણ હાજર હોઈ તેની પણ પૂછપરછ થઈ શકે છે.