ગુજરાતમાં બૂથ કેપ્ચરિંગ મામલે શું લેવાયો નિર્ણય? શું થઈ લોકશાહીના હત્યારાઓ પર મોટી કાર્યવાહી?
Loksabha Election 2024: મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુરા બૂથ પર EVM કેપ્ચરિંગની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. ગુજરાત માટે કાળી ટીલી સમાન આ ઘટનાથી ચારે બાજુ ફિટકાર વરસી રહ્યો હતો. ત્યાં ચૂંટણી કમિશને કડક કાર્યવાહી કરતાં 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
Loksabha Election 2024: ગુજરાતના મહીસાગર જિલ્લામાં એક બુથમાં થયેલી લોકશાહીની હત્યાની ઘટનામાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ઝી 24 કલાકે બતાવેલા ધારદાર અહેવાલ બાદ ચૂંટણી કમિશન એક્શનમાં આવ્યું અને મતદારોને હિતમાં નિર્ણય લીધો છે. ત્યારે શું લેવાયો નિર્ણય? શું થઈ લોકશાહીના હત્યારાઓ પર કાર્યવાહી?
લોકસભા મતદાન: CMથી લઈને ગૃહમંત્રી સુધીના મંત્રીઓ પાસ કે ફેલ, ભાજપનો છે મુખ્ય ચહેરો
મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુરા બૂથ પર EVM કેપ્ચરિંગની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. ગુજરાત માટે કાળી ટીલી સમાન આ ઘટનાથી ચારે બાજુ ફિટકાર વરસી રહ્યો હતો. ત્યાં ચૂંટણી કમિશને કડક કાર્યવાહી કરતાં 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. મહીસાગરના પરથમપુરમાં બનેલી આ ઘટના બાદ પોલીસ સ્ટાફ સહિત પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવાનો પ્રયાસ કરાયો છે.
'બીજા ઉપાધિ કરવાનું બંધ કરી દેજો, આ ખેતર મારા બાપનું છે', રાદડિયાનો જૂનો VIDEO વાયરલ
લોકશાહીની જેને હત્યા કરી હતી તે વિજય ભાભરો હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. બીજી તરફ જ્યાં ખોટું વોટિંગ થયું હતું તે બુથ પર ફરી વોટિંગ કરવાનો નિર્ણય કરાયો છે. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં આવતા પરથમપુર ગામમાં ભાજપ નેતાના નફ્ફટ પુત્ર વિજય ભાભોરે બૂથ કેપ્ચરિંગ કરીને લોકશાહીનું હનન કર્યું હતું, અને બોગસ વોટ પણ કર્યા હતા. બોગસ વોટિંગ કરતો વીડિયો બનાવીને બુથ જાણે તેના બાપનું હોય તેમ વટ માર્યો હતો. પરંતુ ઝી 24 કલાકના ધારદાર અહેવાલ બાદ તેની તમામ ડંફાસ ઉતરી ગઈ છે. તો આ બુથ પર ફરી મતદાન કરવાનો નિર્ણય લેવાયો છે. ચૂંટણી પંચના આ નિર્ણયને કોંગ્રેસે આવકાર આપ્યો છે.
બગાવતનું બ્યૂગલ ફૂંકાયું! સહકારમા BJPને ઝટકો, રાદડિયાથી શરૂઆત, શું બીજા ચીલો ચાતરશે?
મહીસાગરના પરથમપુરમાં થયેલી બુથ કેપ્ચરિંગની ઘટના પછી તેના પડઘા દેશ લેવલે પડ્યા હતા. લોકશાહીના લીરે લીરા ઉડી રહ્યા હતા ત્યારે ચૂંટણી કમિશને 11 મેના દિવસે ફરી મતદાનનો નિર્ણય કરતાં મતદારોએ નિર્ણયને આવકાર્યો છે. તો આ કેસમાં સંડોવાયેલા તમામ લોકોને સસ્પેન્ડ કરી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે આ ઘટનામાં આગળ વધું શું કાર્યવાહી થાય છે.
બે દિવસ બાદ ગુજરાતીઓ સાવધાન રહેજો! એક બે નહીં, 4 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓ થશે તરબોળ