હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત (Gujarat) ના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી કરાઈ છે. રાજ્યમાં ખાલી પડેલા આ મહત્વના પદ પર આખરે પંકજ કુમાર (Pankaj Kumar) ની પસંદગીની જાહેરાત કરાઈ છે. આ પદ માટે પહેલેથી જ પંકજ કુમારનું નામ ચર્ચામાં હતું. રાજ્યના મુખ્ય સચિવ પદની પસંદગી માટે ત્રણ સિનિયર અધિકારીઓની પેનલ તૈયાર કરવામાં આવી હતી. જેમાં સિનિયર સભ્યોમાં ત્રણ અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારીઓના નામ સામેલ હતા. આ પદ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને પંચાયત ગ્રામ ગૃહનિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ ચર્ચામાં હતું. આખરે પંકજ કુમારના નામ પર મહોર લાગી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્ય સચિવનો ચાર્જ કોને સોંપાશે તે વિશે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. આવામા પંકજ કુમારનું નામ પહેલેથી ચર્ચામાં હતું. રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી કરવામાં આવી છે. અનિલ મુકીમના સ્થાને હવે પંકજ કુમારની વરણી કરવામાં આવી છે. 31 ઓગસ્ટથી પંકજ કુમાર રાજ્યના મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળશે. રાજ્યપાલે પંકજ કુમારની વરણીને મંજૂરી આપી છે. 


નિયુક્તિ બાદ ઝી 24 કલાક સાથે વાત કરતા પંકજ કુમારે કહ્યું કે, વિકાસના એજન્ડા સાથે તેઓ આગળ વધશે..મુખ્ય સચિવ અનિલ મુકિમે પણ પંકજ કુમારને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, કચ્છમાં ભૂકંપ દરમિયાન કરેલી કામગીરી હંમેશા યાદ રહેશે.