ઝી ન્યૂઝ/ગાંધીનગર: ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ફરી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ડુંગળી પકવતા ખેડૂતોને હાલ મોટું નુકસાન થઈ રહ્યું છે, જેણા કારણે રાજ્ય સરકારે મોટી સહાય આપી છે. રાજ્ય સરકાર દ્વારા ડુંગળી પકવતા ખેડૂતો માટે 1 એપ્રિલે અથવા તેના પહેલા ડુંગળી વેચી હશે તેને પ્રતિ કિલો 2 રૂપિયા સહાય આપવાનો નિર્ણય કર્યો છે. એટલે એવું કહી શકાય કે ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ 2 રૂપિયાની સહાય સરકાર આપશે. આ સાથે જ ડુંગળી પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 130 કરોડ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો માટે હાલ મહત્વનો નિર્ણય કરાયો છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલ એ.પી.એમ.સીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.2ની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલે જણાવ્યું છે કે તેણા માટે કુલ રૂ.100 કરોડની માતબર રકમ ફાળવાઇ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલ એ.પી.એમ.સીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને ખેડૂત દીઠ મહત્તમ 25,000 કિલોના વેચાણ સુધી મહત્તમ રૂ.50,000ની સહાય ચૂકવશે.



આ સાથે જ ચણાના ટેકાના ભાવ માટે પણ નિર્ણય કર્યો છે.  કેન્દ્ર સરકારની માર્ગ દર્શન લઈ 4 .59 લાખ મેટ્રિક ટનથી વધુ ટેકાના ભાવે ચાની ખરીદી થશે. રાજ્યના ફંડમાંથી આશારે 130 કરોડના મૂલ્યના 25 હજાર મેટ્રિક ટન ચણાની ટેકાના ભાવ ખરીદશે.


મહત્વનું છે કે, ડૂંગળીનું વાવેતર કરનાર ખેડુતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તાજેતરમાં ડુંગળીના બજાર ભાવ તળીયે જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીની ઉપજ કરવામાં જેટલો ખર્ચ થયો તેની અડધી કિંમત પણ નથી મળતી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ડુંગળીમાં થયેલા ખર્ચની અડધી રકમ મળે છે. બીયારણ ખાતર પાણી, મજુરી અને યાર્ડ સુધીનો ખર્ચ પણ માથે પાડ્યો છે. ત્યારે વધાવી ગામના અનેક ખેડૂતોએ 200 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યુ, જેમાં પુરતા ભાવ નહી મળતાં સરકાર પાસે ડુંગળીમાં કઈક ટેકો જાહેર કરે તેવી માંગ કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube