ઝી બ્યુરો/વડોદરા: આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલી ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી દીધી છે, ત્યારે બીજી તરફ ભાજપે પણ અત્યારથી જ રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. વડોદરા કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પહેલાં વધુ એક રાજીનામું પડ્યું છે. વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ભારત ફાઇનલમાં હારશે, પાકિસ્તાન સેમિફાઇનલમાં પણ નહીં પહોંચે', જાણો કોણે કહ્યું?


ભરતસિંહ સોલંકી પર ગંભીર આક્ષેપ 
લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું આપી દીધું છે. કુલદીપસિંહ વાઘેલાએ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પર આક્ષેપો કરી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. કુલદીપસિંહ વાઘેલાએ પોતાના રાજીનામા પત્રમાં ભરતસિંહ સોલંકી પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે ભરતસિંહ સોલંકીના વિશ્વાસુ માણસો ભાજપમાં જોડાયા છે. ભૂતકાળમાં જે વી કાકડીયા પણ ભરતસિંહ સોલંકીના કહેવાથી ભાજપમાં જોડાયા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે છેલ્લે જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ પર વિશ્વાસ અને ભરોસો રહ્યો નથી.  


દિવાળી સુધારવી હોય તો વાયર અને કેબલ કંપનીના શેર ખરીદી લો, આપશે જબરદસ્ત રિટર્ન


કુલદીપસિહ વાઘેલાનું નિવેદન
યુથ કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યા બાદ કુલદીપસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભરતસિંહ સોલંકીને મધ્ય ગુજરાતના પ્રભારી પદેથી હટાવો. ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસની ઘોર ખોદી નાખી છે. ભરતસિંહ સોલંકી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકોને ચોરી છૂપીથી મળવા જાય છે. મેં યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે, કોંગ્રેસ પક્ષમાં છું અને રહીશ. 


આ સમયે ભ્રમણ કરવા નીકળે છે અલક્ષ્મી, ભુલથી પણ કરશો આ કામ તો ઘરમાં થશે દરિદ્રતાનો વાસ


ગત મહિને બનાસકાંઠા કોંગ્રેસમાં પડ્યું હતું ગાબડું
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને જ બનાસકાંઠાના કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી (દેસાઈ) ભાજપમાં જોડાયા હતા. ગોવાભાઇ રબારીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં વિધિવત રીતે આવકાર્યા હતા. ગોવાભાઈ દેસાઈના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા. ગોવાભાઇ દેસાઈના સમર્થનમાં 200થી વધુ કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. 


પિતૃપક્ષમાં સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, 7 મહિનાના નીચલા સ્તરે પહોંચું સોનું, જાણો રેટ


નોંધનીય છે કે, કોંગ્રેસે 15મી ઓક્ટોબર સુધીમાં સિનિયર લીડર્સને રિવ્યૂ કરી રિપોર્ટ આપવા પ્રભારીએ સૂચના આપી છે. તમામ 26 લોકસભા મતવિસ્તારમાં કોંગ્રેસના અગ્રણી આગેવાનો જશે. જિલ્લા,તાલુકા અને શહેર પ્રમુખોની કામગીરીનો રિવ્યૂ થશે. રિવ્યુના આધારે પ્રમુખ પદેથી હટાવવા કે યથાવત રાખવા અંગે નિર્ણય લેવાશે. 30 ઓક્ટોમ્બર સુધી જિલ્લા,તાલુકા અને શહેર પ્રમુખ અંગેનો નિર્ણય લેવાવાની શક્યતા છે.