Breaking News : ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેના બાદ આજે ફોર્મ ચેકિંગ કામગીરી કરવામા આવી રહી છે. ત્યારે આ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાનો ખતરો નિલેશ કુંભાણીના ફોર્મ સાથે જોડાયેલા 3 ટેકેદારે પોતાની સાઇન ન હોવાની એફિડેવિટ કરતા ભાજપે વાંધો ઉઠાવ્યો, કલેક્ટર 4 વાગ્યાનો સમય આપ્યો છે. ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડમી ઉમેદવારની સહી ખોટી
સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઇ વાંધો નોંધાવાયો હતો. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવાયો હતો. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારની સહી યોગ્ય નહિ હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ અંગે સુરત ચૂંટણી કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી છે. હાલ ચૂંટણી કમિશ્નર કચેરી ખાતે ફોર્મ ચકાસણી શરૂ કરાઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લિગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત છે. ત્યારે હવે 4 વાગ્યે રિટર્નિગં ઓફિસર દ્વારા તમામ ફોર્મ પર ફાઈનલ સ્ક્રુટીની થશે.  


કચ્છની ધરતી ફરી એકવાર સોનાની સાબિત થઈ, ડાયનાસોર કરતા પણ મોટા કદનો સાપ મળ્યો


ઉમેદવારી ફોર્મમાં મિલકતમાં વાંધા આવતા ગેનીબેને કહ્યું, મારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર