Gadhinagar News : રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયાએ કાર્યકર્તાઓ સાથે કેસરિયા કર્યાં છે. કમલમમાં વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ CMની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયા કર્યાં. આ સાથે જ ગુજરાતમાંથી 2 હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. 2000 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરાના છે. આમ, ગુજરાતમાંથી 2 હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ
લોકસભા ચૂંટણી પહેલા વડોદરાના સાવલીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. સાવલી કોંગ્રેસમાથી 1500 કાર્યકરો આજે ભાજપમાં જોડાયા છે. બસોમાં બેસી કોંગ્રેસના કાર્યકરો ગાંધીનગર પહોંચીને ભાજપમાં જોડાયા હતા. 


અમદાવાદમાં ટ્રસ્ટની હોસ્પિટલની મોટી ભૂલ : મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓની રોશની ગઈ


તમામ કાર્યકર્તાઓને આવકારતા ભાજપના નેતા ભરત બોઘરાએ જણાવ્યું કે, ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ગુજરાતમાંથી ૨૧૦૦ થી વધારે કાર્યકર પોતાની પાર્ટી છોડી ભાજપમાં જોડાયા છે. જેમાં 12 જિલ્લા પંચાયતના સભ્યો , 5 પુર્વ કોર્પોરેટર, 5 ધારાસભા લડેલા ઉમેદવાર, 3 એપીએમસીના ચેરમેન, તાલુકા જિલ્લા પંચાયત લડેલા ૨૦૦ નેતા જિલ્લા અને રાજ્યસ્તરના સંગઠનમાં કાંગ્રેસ અને આપમાં કામ કરતા નેતા કાર્યકરો ભાજપમાં જોડાયા છે. 


ગુજરાત ભાજપના ધારાસભ્યની કારનો અકસ્માત : ભેંસ સાથે અથડાઈ કાર, MLA ઈજાગ્રસ્ત


તો આ પક્ષપલટા અંગે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના લલિત વસોયાએ જણાવ્યું કે, અલ્પેશ ગોવાણી ધોરાજી તાલુકા કોંગ્રેસના પ્રમુખ નથી. છેલ્લે 2020 થી જયેશભાઇ લાખાણી પ્રમુખ છે, 2022 ની વિધાનસભાની ચુંટણી વખતે પાર્ટીમાથી તેમને સસ્પેન્ડ કરાયા હતા. ઉપલેટા તાલુકા પંચાયતના ત્રણ સભ્યો પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેની સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. જિલ્લા પંચાયતના ઉપલેટાના બંન્ને સભ્યો 2022 વિધાનસભાની ચુંટણી વખતે ભાજપમાં ભળી ગયા છે. 


PCR વાનમાં દારૂની મહેફિલ : હેડ કોન્સ્ટેબલે મિત્રો સાથે દારૂ પીધો