Banaskantha News બનાસકાંઠા : એક તરફ આજે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પદગ્રહણ કરવાના છે. ત્યા બીજી તરફ શક્તિસિંહના પદગ્રહણના દિવસે જ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યુ છે. ગુજરાત કોંગ્રેસના એક દિગ્ગજ નેતાએ કેસરિયા કર્યા છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી ભાજપમાં જોડાયા છે. સી. આર. પાટીલના હસ્તે ખેસ પહેરી ગોવા રબારીએ કેસરિયા કર્યા. ડીસા માર્કેટયાર્ડમાં આયોજિત કાર્યક્રમમાં ગોવા રબારી ભાજપમાં જોડાયા. ગોવા રબારીએ બનાસકાંઠા ભાજપના સીનિયર નેતા અને સાંસદ પરબત પટેલને ગળે મળી આશીર્વાદ લીધા હતા. ગોવા રબારીની સાથે તેમના સમર્થકોએ ભાજપનો સાથ પસંદ કર્યો. આમ, લોકસભા ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં મોટુ ગાબડું પડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપનો ઉત્તર ગુજરાત બેલ્ટ વધુ મજબૂત થશે
ગોવા રબારીના પુત્ર સંજય રબારી સાથે ભાજપમાં જોયા છે. તો સાથે જ લાખણી કોંગ્રેસ તાલુકા પચાયત પૂર્વ પ્રમુખ, મહેશ દવે સહિત અનેક કોંગ્રેસના કાર્યકર્તા જોડાયા. દાયકાઓથી કોંગ્રેસને વફાદાર રહેલા ગોવા રબારીએ મત વિસ્તારના કામ ન થતા હોવાનું કારણ આપી કોંગ્રેસ છોડ્યું હતું. ગોવા રબારીના ભાજપમાં જોડાવાથી ઉત્તર ગુજરાતમાં પક્ષ મજબૂત બનશે. ગોવાભાઈ રબારીને ભાજપમાં લાવવા થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, અને બનાસકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતે પ્રયાસ કર્યો હતો. 


કોંગ્રેસે ફરી કાચુ કાપ્યું : આ કારણે શક્તિસંહ ગોહિલે રવિવારે ચાર્જ ન સંભાળ્યો


ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગોવા રબારીનો દબદબો 
ગોવા રબારી બનાસકાંઠા જ નહીં પરંતું ઉત્તર ગુજરાતમાં માલધારી સમાજમાં મોટું માથું ગણાય છે. ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાતા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે નુકશાન થશે. ગોવાભાઈ દેસાઈ છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા. સાત વખત કોંગ્રેસ માંથી ધારાસભ્યની ચૂંટણી પણ લડ્યા હતા. તો ધાનેરામાં 1995માં કોંગ્રેસ માંથી ધારાસભ્ય રહી ચુક્યા છે. વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં તત્કાલીન ધારાસભ્ય લીલાધર વાઘેલા પાટણ બેઠક ઉપરથી વિજેતા થતા ડીસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેઓ ફરીથી વિજય બન્યા હતા. ડીસા વિધાનસભામાં બે વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ગત ચૂંટણીમાં ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી સામે તેમના પુત્ર સંજય રબારીની કારમી હાર થઈ હતી. 


ગુજરાતના આ શહેરમાં પનીર ખાતા પહેલા સાવધાન, નકલી પનીર સરેઆમ વેચાતુ હતું


ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. ગોવાભાઈ રબારીને ભાજપમાં લાવવા થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, અને બનાસકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતે ખેલ પાર પાડ્યો હતો. ગોવાભાઈ દેસાઈ બનાસકાંઠા જ નહીં પરંતું ઉત્તર ગુજરાતમાં માલધારી સમાજમાં મોટું માથું ગણાય છે. ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાતા  લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે નુકશાન થશે. 


હવે IELTS વગર પણ કેનેડા જઇ શકાય છે, કેનેડા સરકારે આ ટેસ્ટને આપી મંજૂરી