BIG BREAKING: કેન્દ્ર સરકારે 5 જ્યુડિશિયલ ઓફિસરને બનાવ્યા ગુજરાત હાઇકોર્ટના જજ
રાષ્ટ્રપતિએ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇ (આશીષ જીતેન્દ્ર દેસાઈ)ની નિમણૂંક કરી છે. આ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુએ ટ્વીટના માધ્યમથી માહિતી આપી હતી.
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત હાઈકોર્ટમાં નવા પાંચ જજની નિમણૂક કરવામાં આવી છે. પાંચ જ્યુડિશિયલ ઓફિસરને ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પાંચ ન્યાયાધીશની નિમણૂક કરાઈ છે. જેમાં સુસાન પિન્ટો તેમજ હસમુખ સુથાર તેમજ જીતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે અને દિવ્યેશ જોષીની નિમણૂક કરાઈ છે. આગામી દિવસોમાં હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેશે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કરા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કરી એડવાઇઝરી
ગુજરાતમાં એક સાથે બે વાયરસ મચાવશે હાહાકાર! H3N2 વાયરસના ડર વચ્ચે આજે કોરોના વિસ્ફોટ
મહત્વનું છે કે, ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી નિવૃત્ત થતા હતા. તેમના સન્માનમાં હાઇકોર્ટમાં ફૂલ કોર્ટ ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું હતું.