ગુજરાતમાં કોંગ્રેસ તૂટી, 4 ધારાસભ્યોના પડ્યા રાજીનામા-સૂત્ર
રાજ્યસભાની ચૂંટણી અગાઉ જ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા પડ્યા હોવાની વાત સામે આવી છે. વિધાનસભાના અધ્યક્ષે પણ આ રાજીનામાની કબુલાત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી અગાઉ જ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા પડ્યા હોવાની વાત સામે આવી છે. વિધાનસભાના અધ્યક્ષે પણ આ રાજીનામાની કબુલાત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
જુઓ video લલિત વસોયાએ શું કહ્યું?
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાની વિધાનસભાના અધ્યક્ષશ્રીએ પણ કબુલાત કરી છે. જો કે અધ્યક્ષશ્રીએ આ ધારાસભ્યોના નામની સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. પરંતુ આ ધારાસભ્યોના નામ મંગળ ગાવિત, જે વી કાકડિયા, સોમાભાઈ પટેલ અને પ્રદ્યુમ્ન જાડેજા હોવાનું કહેવાય છે.
આ બાજુ કોંગ્રેસ પણ ધારાસભ્યોને બચાવવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહી છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચે આજે બેઠક યોજાઈ છે. મોટાભાગના ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
વીરજી ઠુમરે શું કહ્યું તે માટે જુઓ VIDEO
ભાજપ અફવા ફેલાવવાના કરી રહ્યો છે પ્રયત્ન
કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે આ સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસના બે ધારાસભ્યો સોમા પટેલ અને જે વી કાકડિયાનો સંપર્ક સાંધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ સફળતા મળી નથી. આ બે ધારાસભ્યોના રાજીનામાની વાત સામે આવી છે. આ અંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાથે રૂબરૂ વાતચીત કરી શકાય. ભાજપ આ રીતે અફવા ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યો છે. આ સાથે જ તેમણે સંપર્ક વિહોણા ધારાસભ્યોને મીડિયાના માધ્યમથી અપીલ કરી કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કે વિરોધ પક્ષના સંપર્કમાં તેઓ રહે.
કોંગ્રેસના ધારાસભ્ય કાળુ સિંહ ડાભીએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા વિશે તેઓ સંપૂર્ણ અજાણ છે. કોંગ્રેસના ધારાસભ્યો છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે. પાર્ટી જયપુર જવાનું કહેશે તો અમે જયપુર પણ જઈશું.