ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યસભાના પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતાનું 86 વર્ષે ફાની દુનિયાને અલવિદા કહ્યું છે, તેમના નિધનથી રાજકીય ગલીયારોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. રાજ્યસભાના પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતા વાંકાનેરમાં હતા.


કોણ છે રાજ્યસભાના પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતા?
રાજ્યસભાના પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતા સંઘ - જનસંઘ  અને પ્રદેશ ભાજપના પીઢ આગેવાન, તેમજ શિક્ષણ શાસ્ત્રી, અર્થ શાસ્ત્રી, અનેક સામાજિક -સેવાભાવિ સંસ્થાઓના અગ્રણી હતા. રાજયસભાનાં ભૂતપૂર્વ સાંસદ તથા જૈન અગ્રણી તથા VVP એન્જિનિયરીંગ કોલેજના મેનેજીંગ ટ્રસ્‍ટ લલિતભાઇ મહેતાનું દુઃખદ અવસાન થતા વાંકોનર પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.