Exam Postponed : ગુજરાતમાં GPSC ની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જાહેર સેવા આયોગ દ્વારા 2, 9 અને 16 રોજ યોજાના મુખ્ય પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. 9 એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની યોજના પરીક્ષાને કારણે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. 9 એપ્રિલે GPSCની પરીક્ષા મોકૂફ રહેશે. 2 ,9 અને 16 રોજ યોજાનારી મુખ્ય પરીક્ષા મોકૂફ જાહેરાત કરાઈ છએ. પંચાયત સેવા પસંદગીની પરીક્ષાના કારણે GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ હોવાનું જણાવાયું છે. 9 એપ્રિલે પંચાયત સેવા પસંદગીની જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે.


[[{"fid":"430900","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"exam_cancel_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"exam_cancel_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"exam_cancel_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"exam_cancel_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"exam_cancel_zee.jpg","title":"exam_cancel_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ઉલ્લેખનીય છે કે, ગુજરાત જાહેર પરીક્ષા બિલ ગઈકાલે વિધાનસભામાં પાસ થઈ ગયું છે. બજેટ સત્ર દરમિયાન પેપરલીક સામેનું વિધેયક વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. સુધારા સાથે વિધેયક વિધાનસભામાં પાસ કરાયું છે. કોંગ્રેસની માગ બાદ ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકમાં સુધારો કરાયો છે. બિલની ચર્ચા સમયે જ પરીક્ષા વિધેયક 2023માં સુધારો કરવામાં આવ્યો. મહત્વનું છે કે, ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકમાં સુધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી મામલે હવે આખરી સત્તા બોર્ડ અને યુનિવર્સિટી પાસે રહેશે. કોંગ્રેસની રજૂઆત બાદ સરકારે સુધારો કર્યો છે.


પેપર ફૂટવાની ઘટનાઓ બાદ સરકાર જે બિલ લાવી હતી, તેમાં પરીક્ષામાં ગેરરિતી આચરનાર વિદ્યાર્થી માટે પણ સજાની જોગવાઈ હતી, પરંતું વિદ્યાર્થીઓને કોઈ પણ ભોગે પોલીસના હવાલે ન કરાય. આવુ કરવાથી વિદ્યાર્થીની કારકિર્દી પર મોટી અસર પડશે તેવી કોંગ્રેસની સૂચના હતા. જેથી રાજ્ય સરકારે પરોક્ષપણે કોંગ્રેસની આ ભલામણનો સ્વીકાર કર્યો હતો. પહેલા જ દિવસે સરકારને બિલમાં સુધારો કરવો પડ્યોહ તો. જેના બાદ અંતે રાતે 9 કલાકે બિલ સર્વાનુમતે પસાર કરાયુ હતું. 


આ બાદ રાતે સ્પષ્ટ કરાયું કે, ભરતી સિવાયની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા સ્ટેટ ફંડેડ યુનિવર્સિટી દ્વારા લેવાતી જાહેર પરીક્ષા આપતા પરીક્ષાર્થીએ કોઈ પણ ગુનો કર્યો હોય તો શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે. 


કોના માટે શું જોગવાઇ રહેશે
1 પેપર ફોડનારાં ખાનગી તત્ત્વોને 1 કરોડનો દંડ, 10 વર્ષની કડક જેલની સજા.
2 પરીક્ષા સાથે સંકળાયેલી એજન્સી અને સરકારી ઇસમો- ત્રણ વર્ષની કડક સજા, બિનજામીનપાત્ર ગુનો, આજીવન ભરતી પરીક્ષા કે અન્ય સરકારી કામો મળવા પર પ્રતિબંધ
3 પેપર ખરીદનારાં ઉમેદવારો- 1 લાખનો દંડ, ત્રણ વર્ષની કડક જેલ, બિનજામીનપાત્ર ગુનો, કોઇપણ ભરતી પરીક્ષામાં બેસવા પર કાયમી પ્રતિબંધ
મહત્વનું છે કે, લોકોમાં દાખલો બેસે તે માટે ગુનાઇત કાવતરા રચવાની કલમ આ નવા કાયદા દ્વારા દાખલ કરાશે. ગુનો બિનજામીનપાત્ર અને કોગ્નિઝિબલ બનશે તેથી જામીન સરળતાથી નહીં મળે અને ગુનો ગંભીર કક્ષાનો ગણાશે. કેસ ચલાવવા માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરાશે, જેથી તેની ન્યાયિક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય.