ગાંધીનગર :હાલ ગુજરાતના ખેડૂતો કમોસમી વરસાદની સામે પાકની નુકશાની સહન કરી રહ્યા છે. તો બીજી તરફ, ખેડૂતોને કોઈ પ્રકારની સરકારી મદદ કે પછી વળતર ચૂકવાયું નથી. ત્યારે ઝી 24 કલાક દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે, ખેડૂતોને પાકવીમા ન ચૂકવવા પડે તે માટે વીમા કંપનીઓ પાછીપાની કરી રહી છે. રાજ્યના કૃષિ વિભાગના સુત્રો અનુસાર ત્રણ થી વધુ કંપનીઓ પાકવીમા યોજનાનું કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે. આખુ વર્ષ ખેડૂતો પાસેથી ઈન્સ્યોરન્સના રૂપિયા લઈને હવે જ્યારે ચૂકવવાની વાત આવી ત્યારે વીમા કંપનીએ મોટું નુકસાન થતો હોવાનો દાવો કર્યો છે. આમ, નફો ઘરભેગો કરીને વીમા કંપનીને ખેડૂતોના રૂપિયા ચૂકવવા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની ફાઈવસ્ટાર હોટલે બોલિવુડના મ્યૂઝિક ડિરેક્ટર શેખરને 3 ઈંડાનું અધધધ બિલ પકડાવ્યું


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube