Big Breaking News : રદ થયું ધોરણ-12 નું આ પેપર, ફરી લેવાશે પરીક્ષા
Board Paper Cancel : ધોરણ-12માં સંસ્કૃત વિષયની પરીક્ષા ફરી લેવાશે....29 માર્ચે ફરી યોજાશે સંસ્કૃતની પરીક્ષા....પેપરમાં 90 ટકા પ્રશ્નો કોર્સ બહારના પૂછાયા હતા....કોર્ષ બહારના પ્રશ્નો હોવાની વિદ્યાર્થીઓએ કરી હતી ફરિયાદ....
Board Exam 2023 : બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ધોરણ 12ના સંસ્કૃત વિષયની પરીક્ષા ફરી લેવાશે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. કારણ કે, સંસ્કૃતના પેપરમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા હતા. ત્યારે બહારના પ્રશ્નો પૂછાયા હોવાથી ફરી પરીક્ષા લેવાશે. 29 માર્ચે સંસ્કૃતની પરીક્ષા ફરી લેવામાં આવશે તેવી જાહેરાત બોર્ડ દ્વારા કરાઈ છે.
બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે જ મહામહેનતે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12નું સંસ્કૃતનું પેપર રદ કરવામાં આવ્યું છે. આ ખબર વિદ્યાર્થીઓ માટે આકરા બની રહેશે.
થાઈલેન્ડમાં એવું તો શું છે કે દરેક ગુજરાતી મર્દને નામ સાંભળીને ગુદગુદી થઇ જાય છે!
કોર્સ બહારના પ્રશ્નો પૂછાયા
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ પરીક્ષા સચિવ તરુલત્તા પટેલે પેપર કેન્સલ કરવાનું કારણ જણાવ્યું. તેઓએ કહ્યું કે, સંસ્કૃતના પેપરમાં અમુક પ્રશ્નો અલગ અભ્યાસક્રમમાંથી પૂછાયા હતા, જેના કારણે આ પેપરને રદ્દ કરીને વિદ્યાર્થીઓના હિતમાં સંસ્કૃતનું પેપર ફરી લેવાનો નિર્ણય કરાયો છે. સંસ્કૃતના પેપરમાં આશરે 35 ટકા જેટલા પ્રશ્નો અલગ અભ્યાસક્રમના પૂછાયા હતા.
ફરી પરીક્ષા ક્યારે લેવાશે
નાયબ પરીક્ષા સચિવ તરુલત્તા પટેલે જણાવ્યું કે, આગામી 29 માર્ચના રોજ પેપર ફરીથી લેવામાં આવશે. આશરે 580 જેટલા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી તેઓને કોઈ અન્યાય ન થાય.
રાજકોટ : લાખોની લાંચ લેતા ઝડપાયેલા ક્લાસ વન અધિકારીએ કર્યો આપઘાત